અનામત હટાવવાના સરકારના નિર્ણય સામે હવે રસ્તા પર ઉતરશે ઓબીસી સમાજ : અમિત ચાવડા

Spread the love

સરકારના શાસન દ્વારા ઓબીસી સમાજના હક્ક અને અધિકારો વિરોધી નિર્ણયો સામે ઓબીસી સમાજમાં ઉગ્ર રોષની લાગણી : ૭૧૨૦ ગ્રામ પંચાયતો, ૭૫ નગરપાલિકા, ૨ જિલ્લા પંચાયત, ૨૦ તાલુકા પંચાયતની ચૂંટણી થઈ શકી નથી અને ત્યાં વહીવટદારોનુ શાસન ચાલે છે : અમિત ચાવડા

ગાંધીનગર

સરકારની અન્યાય અને ભેદભાવ ભરી નીતિ સામે લડત આપવા આજે ગાંધીનગર સર્કીટ હાઉસ ખાતે ઓબીસી અનામત બચાવો સમિતિની બેઠક મળી હતી જેમાં ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, સેવાદળના રાષ્ટ્રીય મુખ્ય સંગઠક લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા, દિનેશભાઈ ઠાકોર, અમૃતજી ઠાકોર, ગુલાબસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય ઋતવિકભાઈ મકવાણા, રાજેશભાઈ ગોહિલ, ચંદનજી ઠાકોર, બાબુજી ઠાકોર, રઘુભાઈ દેસાઈ, અંબરીશભાઈ ડેર, અજીતસિંહ ચૌહાણ, ભરતજી ઠાકોર, નાથાભાઈ પટેલ, નવઘણજી ઠાકોર, પાલભાઇ આંબલીયા સહિતના ઓબીસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ મીટિંગ સંદર્ભે સરકાર સામે ૪ માંગણીઓ મુકવામાં આવી હતી.

૧. જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે.

૨. સરકાર ઝવેરી આયોગનો રીપોર્ટ પ્રસિદ્ધ કરે અને ઓબીસી સમાજને ૨૭% અનામત આપે.

૩. રાજ્ય સરકારના બજેટમાં ઓબીસી સમાજ માટે ૨૭% રકમની અલગથી ફાળવણી કરવામાં આવે અને એસ.ટી. એસ.સી. સબપ્લાન ની જેમ ઓબીસી સબપ્લાન કમિટી ઓ દરેક સ્તરે બનાવવા માં આવે.

૪. સહકારી સંસ્થાઓમાં એસ.ટી, એસ.સી., ઓબીસી માટે અનામત લાગુ કરવામાં આવે.

આ માટે જિલ્લે-જિલ્લે, તાલુકે-તાલુકે જાગૃતિ અભિયાન અને આંદોલન કાર્યક્રમો કરવામાં આવશે તેમ આ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું.ગુજરાતમાં ૫૨% વસ્તી ધરાવતો ઓબીસી સમાજ, એના હક્ક અને અધિકાર માટે આવનારા સમયમાં સમાજના અવાજને બુલંદ કેવી રીતે કરવો તે વિશે અમિત ચાવડાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.ગત વર્ષે સરકાર દ્વારા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ માંથી ખાસ કરીને પંચાયતો માંથી ઓબીસી અનામત પ્રથાને નાબૂદ કરવામાં આવી, એના માટેની અનામત બેઠક રદ્દ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટેની ગાઇડલાઈન મુજબ વસ્તીની ગણતરી અભ્યાસ માટે સમર્પિત આયોગની સરકારે જાહેરાત કરી છે.જુલાઈ ૨૦૨૨ માં સમર્પિત આયોગની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ૩ મહિનાની અંદર આયોગ જસ્ટિસ ઝવેરી જી ના નેતૃત્વમાં તમામ બાબતોનો અભ્યાસ કરીને સરકારને રીપોર્ટ આપે છે જેનો નિર્ણય સરકારે કરવાનો હતો. જેને એક વર્ષનો સમયગાળો થયો પણ હજી સુધી કોઇપણ જાતનો નિર્ણય સરકારે કર્યો નથી, ૯૦ દિવસ પછી આયોગની મુદ્દત ૨ વખત વધારવામાં આવિ. રીપોર્ટ જમા થયે પણ ૩ મહિનાનો સમય થયો હોવા છતાં સરકાર હજુ પણ ઓબીસી અનામતને પુનઃ સ્થાપિત કરવા માટે આયોગના રિપોર્ટના તથ્યો મુજબ અમલ કરવા માટે સક્રિય નથી દેખાતી.

આ તમામ માંગણી અને મુદ્દાઓને લઈને સરકાર સામે રજૂઆત અને આંદોલનના સ્વરૂપે આગામી ૧૪ ઓગષ્ટ ના રોજ સમગ્ર ગુજરાતના ઓબીસી સમાજના તમામ સંતો, મહંતો, આગેવાનો, કાર્યકરોને આમંત્રણ આપવામાં આવે છે અને પક્ષા પક્ષી થી દુર રહીને ઉપર ઉઠીને સવારથી સાંજ સુધીના પ્રતીક ઉપવાસ કરીને ધરણાંનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને જ્યાં સુધી સરકાર આ મુદ્દાઓ પર કોઈ પોઝિટિવ નિરાકરણ ના લાવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com