કેન્દ્ર સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જુલાઈમાં 42 ટકાથી વધી 46 ટકા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાતમાં પગાર પંચની ભલામણ પ્રમાણે મોંઘવારી ભથ્થામાં દર છ મહિને ફેરફાર કરવામાં આવે છે. એપ્રિલ મહિનામાં ડીએમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો ફાયદો મળવાનો છે. હવે વર્ષ 2023ના બીજા છ મહિના માટે મોંઘવારી ભથ્થું વધવાનું છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારો મહિનો ખુશીઓ લઈને આવશે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે ડીએમાં વધારાની જાહેરાત આ વર્ષે જુલાઈમાં કરવાની હતી. પરંતુ તેનો સમયગાળો વધારવામાં આવ્યો છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડીએ વધારાની જાહેરાત ઓગસ્ટ મહિનામાં કરી શકાય છે.
હકીકતમાં વર્ષમાં બે વખત કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવે છે. જાન્યુઆરીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. જાન્યુઆરીથી 42 ટકા ડીએ લગૂ છે. હવે સરકાર જુલાઈ બાદ મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો ડીએ વધીને 46 ટકા થઈ શકે છે. તેમાં 4 ટકા વધારાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. એપ્રિલ માટે CPI-W indec માં 9 પોઈન્ટનો વધારો થયો છે. તે 134.2 પોઈન્ટ રહ્યો છે. પાછલા મહિનાના મુકાબલે તેમાં 0.68 ટકાનો વધારો થયો છે.
કેન્દ્ર સરકાર હવે દેશના આશરે 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની ભેટ આપી શકે છે. AICPI ઇન્ડેક્સના આંકડાના આધાર પર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારો કરવામાં આવે છે. આંકડા પ્રમાણે 4 ટકા વધારાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમાં ડીએ 42 ટકાથી વધુ 46 ટકા થઈ જશે. આ હિસાબથી કેન્દ્રીય કર્મચારીઓના વાર્ષિક પગારમાં 8000 રૂપિયાથી લઈને 27000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે-સાથે કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં કેન્દ્ર સરકારે છેલ્લે જુલાઈ 2021માં તેના હાઉસ રેન્ટ એલાઉન્સમાં ફેરફાર કર્યો હતો. તેવામાં આશા છે કે સરકાર એચઆરએમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે. જો સરકાર આ નિર્ણય કરશે તો 50 લાખથી વધુ કર્મચારીઓને તેનો ફાયદો થશે.