દરેક આપદાઓ વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે : વડાપ્રધાન મોદી

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 103મા મન કી બાત કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોની તાકાત વિશે વાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ગુજરાત સહિત ઉત્તર ભાગ તથા દિલ્હીમાં આવેલી વરસાદી અને કુદરતી આફત અંગે વાત કરીને દેશમાં એકતાનું ઉદાહરણ જોવા મળ્યાની વાત કરી છે. આ સાથે તેમણે સ્થાનિક વહીવટી તંત્રો તથા NDRF સહિતના મદદ માટે મેદાનમાં આવેલા જવાનોની વાત કરી છે. વડાપ્રધાન મોદીએ જળ અને પર્યાવરણના સંચય અને તેમણે કરેલા અનુભવોનો ઉલ્લેખ પણ મન કી બાત કર્યો છે. વડાપ્રધાન ઉત્તરમાં ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ અને તેના મહત્વ અંગે પણ મનની વાત કરી છે. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમની શરુઆતમાં જણાવ્યું કે, કુદરતી આફતઓ વચ્ચે આપણને ફરી એકવાર તમામ દેશવાસીઓના સામૂહિક પ્રયાસની શક્તિનું ઉદાહરણ રજૂ કર્યું છે. વડાપ્રધાન કહ્યું કે, થોડા દિવસ પહેલા કુદરતી આફતના કારણે ચિંતા અને પરેશાનીઓનો સામનો કર્યો છે. યમુના સહિત ઘણી નદીઓમાં પૂરના કારણે ઘણાં વિસ્તારોમાં લોકોએ તકલીફો વેઠવી છે. પહાડી વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની છે. આ દરમિયાન દેશના પશ્ચિમ ભાગમાં થોડા સમય પહેલા ગુજરાતના ઘણાં વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડું પણ આવ્યું હતું. આ આપદા વચ્ચે તમામ દેશવાસીઓએ બતાવ્યું છે કે સામૂહિક પ્રયાસની તાકત શું હોય છે.
આપદા દરમિયાન સ્થાનિક વહીવટી તંત્ર, NDRFના જવાનો સહિતના લોકોએ દિવસ-રાત કરેલી મહેનતને મહત્વની ભૂમિકા ગણાવી છે. આ સિવાય તેમણે ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે જરુરી હોય છે. આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન 60 હજારથી કરતા વધુ અમૃત સરોવરમાં પણ રોનક વધી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com