લોકલ જુના ભાડામાં 64 પૈસા નવું ભાડું 80 પૈસા, એક્સપ્રેસ જુના ભાડામાં 68 પૈસા નવું ભાડું 85 પૈસા, નોન એસી સ્લીપર જૂનું ભાડું 62 પૈસા નવું ભાડું 77 થયું
ભાડા વધારો કર્યા બાદ પણ રાજસ્થાન, પંજાબ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યો કરતાં ગુજરાત એસ.ટી.નું પ્રતિ કિલોમીટર/સીટ ભાડું ઓછુ રહેશે
કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી
એસટીમાં ચાલતા ગેરવહીવટ , ભ્રષ્ટાચાર માટે સરકારે જાહેરનામું બહાર પાડી જવાબદારી સ્વીકારવી જોઈએ : ડો.મનીષ દોશી
ગાંધીનગર
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્નશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામા આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
ખોટ સરભરના નામે ભાવ વધારો ઝીંકે છે : મનીષ દોશી
એસટી નિગમના ભાડામાં ભાવ વધારા સામે કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે મોંઘવારીના માર વચ્ચે એસટી નિગમે વધુ એક ફટકો આપ્યો છે.પેટ્રોલ , ડીઝલ , ખાદ્ય તેલ , ગેસમાં ભાવ વધારો અને હવે એસટી નિગમના ભાવમાં પણ વધારો થયો છે. ખોટ સરભરના નામે ભાવ વધારો ઝીંકે છે બીજી તરફ ભાજપના કાર્યક્રમમાં વ્યવસ્થા કરાય છે. એસટીનો ભાવ વધારો સામાન્ય માણસ પર પડતાં પર પાટું જેવું સાબિત થશે.ગેરવહીવટ , ભ્રષ્ટાચાર, વહીવટી તંત્રના આયોજનના અભાવ એસટીની ખોટ પાછળ જવાબદાર દેખાય છે.એસટીમાં ચાલતા ગેરવહીવટ , ભ્રષ્ટાચાર માટે સરકારે જાહેરનામું બહાર પાડી જવાબદારી સ્વીકારવી જોઈએ
એસ.ટી નિગમ દ્વારા સને ૨૦૧૪ પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટના ભાવ વધારાના ખર્ચ ને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે. જ્યારે ગુજરાત એસ.ટી નિગમ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.ભાડા વધારાની મુખ્ય બાબતોમાં વર્ષ – ૨૦૧૪ બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબજ વધેલ છે.લગભગ ૧૦ વર્ષથી ગુજરાત એસ.ટી. નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ,આન્ધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.
આ પ્રકારે ભાડા વધારો કર્યા બાદ પણ રાજસ્થાન, પંજાબ, કેરાલા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ જેવા અન્ય રાજ્યો કરતાં ગુજરાત એસ.ટી.નું પ્રતિ કિલોમીટર/સીટ ભાડું ઓછુ રહેશે
સરકારશ્રીના વર્ષ ૨૦૦૩ ના ઠરાવ મુજબ ડીઝલ, મોંઘવારી ભથ્થા, ટાયર અને ચેચીસના ભાવમાં વધારો થતા ભાડા વધારો કરવાનો થાય છે.
• નિગમની લોલ સર્વિસોમાં કુલ મુસાફરો પૈકી ૮૫% મુસાફરો (દરરોજ અંદાજીત ૧૦ લાખ જેટલા) ૪૮ કી.મી.
સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂ.૧/- થી રૂ.૬/- સુધીનો નજીવો ભાડા વધારો થવા પામે છે. જેથી રાજ્યના લોકલ સર્વિસોમાં મુસાફરી કરતા મુસાફરોને ભાડા વધારાથી નહિવત અસર થવા પામશે.
રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી ૫૦૦ દિવસમાં એસ.ટી.નિગમની કાયાકલ્પ કરવા નીચે મુજબની કામગીરી કરવાની શરતે ભાડા વધારો કરવાની પરવાનગી આપેલ છે.
નવીન બસોનું સંચાલનમાં મુકવાનું આયોજન
ૐ નિગમ દ્વારા રાજ્ય સરકારશ્રીની મદદથી આગામી ટુંક સમયમાં સંચાલનમાં રહેલ તમામ ઓવરએજ વાહનોને રીપ્લેશ કરવામાં આવશે.
૨૫૦ એ.સી. પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે.૨૦૦ હાઈ એન્ડ મલ્ટી એક્સલ એ.સી.પ્રીમીયમ વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે. ૦ ૨૦૦ અધ્યતન સ્લીપર કોચ વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે.
૨૦૦ ગુર્જરનગરી વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે.૩૦૦૦ જેટલા સુપર એસ્પ્રેસ પ્રકારના વાહનો સંચાલનમાં મુકવાનું આયોજન છે. ૦ આમ, સમયગાળા દરમ્યાન નવીન કુલ ૩૮૫૦ નવી ટેકનોલોજી વાળા વાહનો મુસાફર જનતાની સેવામાં મુકવાનું આયોજન છે. નિગમ દ્વારા B.S-6 ના ૨૩૨૦ જેટલા નવીન વાહનો મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. B.S-6 વાહનો થકી પર્યાવરણમાં પ્રદુષણનું પ્રમાણ ઘટવા પામશે, વધુ આરામદાયક મુસાફરી બનશે, બ્રેક ડાઉન નીલ થશે તેમજ નોઈસ પોલ્યુશનમાં પણ ઘટાડો થશે.
નવીન વાહનો સેવામાં મુકવાથી ગુજરાતની મુસાફર જનતાને વધુમાં વધુ પરિવહન સુવિધાઓ મળી રહે તે માટે આ સમયગાળામાં ૭૦૦ જેટલા નવીન શિડયુલો સંચાલનમાં મુકવામાં આવનાર છે.આ નવીન શીડ્યુલ થકી વધુમાં વધુ ટ્રીપોનો ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના મુસાફરોને લાભ મળવા પામશે.
નવીન ભરીનું આયોજન
નિગમ દ્વારા ૨૭૮૪ ડ્રાઈવર, ૨૦૩૪ કંડકટર, ૨૪૨૦ મિકેનિક અને ૧૬૦૩ ક્લાર્કે એમ મળી કુલ ૮૮૪૧ કર્મચારીઓની ભરતી કરવાનું આયોજન છે. જેના થકી વધુ શીડ્યુલ સંચાલિત થતા મુસાફરોને વધુ સારી પરિવહન સુવિધા આપવાનું આયોજન છે.
નવીન અત્યાધુનિક બસ પોર્ટનું નિર્માણ
નિગમ દ્વારા અમદાવાદ, રાણીપ, વડોદરા, મહેસાણા, રાજકોટ, પાલનપુર અને ભરૂચ વિગેરે ખાતે એરપોર્ટ કક્ષાના નવીન બસ પોર્ટ મુસાફર જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે.
મુસાફરોને ડેપો ખાતેથી વધુમાં વધુ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે આગામી સમયમાં ભુજ, અમરેલી, પાટણ, મોડાસા, નવસારી અને નડીયાદ ખાતે નવીન અધ્યતન બસ સ્ટેશનો બનાવી મુસાફર જનતાની સેવામાં મુકવાનું આયોજન છે.
નિગમ દ્વારા મુસાફરોની પ્રાથમિક સુવિધામાં વધારો કરવાના હેતુસર પીવાના પાણી, નવીન બસ સ્ટેશન,બેઠક વ્યવસ્થા અને ટોયલેટની સ્વચ્છતા વગેરે બાબતોમાં અપગ્રેડેશન કરવામાં આવનાર છે.
તમામ બસસ્ટેશન અને આસપાસના વિસ્તારો પ્લાસ્ટિક-ફ્રી બને તે પ્રમાણે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.