ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદની સાબરમતી જેલના સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ ક્યું હતું. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમા જેલના અધિકારી, કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઇએ કે, અહીં 172 જેટલા આવાસોનું મધ્યસ્થ જેલ ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું.
સ્ટાફ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષઈ સંઘવીએ કહ્યું કે, આજે સાબરમતી જેલના સ્ટાફ પરિવારજનો માટે 172 નવા મકાનોનું લોકાર્પણ કરાયું છે, જે આજ પછી તમારા સૌના ઘર બનવાના છે. તેમણે આ દરમિયાન તમામને અભિનંદન આપ્યા હતા અને વધુમાં કહ્યું કે, ખાલી પડી રહેલી ઈમારતને મકાન કહેવાય છે અને તે મકાનને તમે સૌ કોઇ પૂજા-અર્ચના કર્યા બાદ ઘર બનાવો છો. આજે આ 172 મકાનો અહીં સૌ લોકો સરકારી વિવિધ વ્યવસ્થાઓનો ભાગ હશે જે લોકોને આ અલગ-અલગ મકાનો ફાળવવામાં આવ્યા છે.
આ સાથે તેમણે કહ્યું કે, આ મકાનોને સરકારી મકાન માનવાની જગ્યાએ પોતાના સપનાનું ઘર માનીને તમે સૌ ગૃહ પ્રવેશ કરશો તેવો મારો વિશ્વાસ છે. કારણ કે જ્યારે તમે સરકારી આવાસને મકાન માનીને ઘરમાં રહેવા જતા હોવ છો તો પછી તે મકાનની દેખરેખ પણ તમે સરકારી મકાન તરીકે જ કરતા હોવ છો. હર્ષ સંઘવીએ કહ્યું કે, જેમ પોતાના ગામમાં પોતાના ઘર આંગણે આપણે કોઇ દિવસ કચરો ફેંકતા નથી એજ પ્રમાણે આ આવાસ પણ આપણે હંમેશા સ્વચ્છ અને અહીં રહેનારા લોકો સ્વસ્થ રહે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે સૌએ કરવી જોઇએ. જેમ પોતાના ગામમાં પોતાના ઘર આંગણે આપણે કોઇ દિવસ કચરો ફેંકતા નથી એજ પ્રમાણે આ આવાસ પણ આપણે હંમેશા સ્વચ્છ અને અહીં રહેનારા લોકો સ્વસ્થ રહે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે સૌએ કરવી જોઇએ. તેમણે આગળ કહ્યું કે, આ નવા મકાનો તમારા માટે નવી ખુશીઓ જરૂર લાવશે. બીજી ઘણી ખુશીઓ ઝડપથી તમને સોને મળવાની છે.