ધર્મ નગરી વૃંદાવન કરોડો લોકોની આસ્થાનું પ્રતીક છે. અહીં ફક્ત દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. અહીં આવીને ભગવાનની સેવા કરે છે. આવી જ એક ભક્ત રશિયાથી વૃંદાવન આવી તો દર્શન કરવા હતી, પણ બાદમાં થયું એવું કે અહીંની જ થઈને રહી ગઈ.
રશિયન યુવતીને અહીં એક યુવક સાથે પ્રેમ થઈ ગયો. બંને એક બીજાને એવી રીતે પસંદ કરવા લાગ્યા કે, વાત લગ્ન સુધી પહોંચી ગઈ. સાત સમંદર પાર કરીને કૃષ્ણ ભક્તિને વૃંદાવન ખેંચી લાવી. અહીં તેની મુલાકાત 20 વર્ષથી રહેતા રાજકરણ સાથે થઈ. જે વૃંદાવનમાં રહીને પોતાના ગુરુની આજ્ઞાથી ગાયોની સેવા કરી રહ્યો છે.
યૂના પણ તેની સાથે ગૌ સેવામાં સામેલ થઈ ગઈ અને રાજકરણની સાથે મળીને ગૌ સેવા કરવા લાગી. ધીમે ધીમે સેવા કરતા કરતા બંને વચ્ચે પ્રેમ થયો અને બંનેએ એપ્રિલ 2023માં હિન્દુ રીતિ રિવાજથી દિલ્હીમાં લગ્ન કરી લીધા. હવે બંને દિવસમાં ગૌ સેવા કરે છે અને સાંજે વૃંદાવનમાં ઈસ્કોન મંદિર નજીક ધાર્મિક પુસ્તકો અને ચંદન લગાવીને પોતાનું ભરણ પોષણ કરે છે. બંનેની જોડી જોઈને સ્થાનિક લોકોની સાથે સાથે બહારથી આવતા શ્રદ્ધાળુને પણ નવાઈ લાગે છે.
રાજકરણ જરાં પણ ભણેલો નથી અને યૂના રશિયાથી આવી જેને હિન્દી પણ નથી આવડતું. તેમ છતાં પણ પ્રેમની ભાષા એવી છે કે, બંને એકબીજાની વાત સમજી જાય છે. આમ તો બંનેની ઉંમરમાં ખાસ્સો ફરક નથી. યૂનાની ઉંમર 36 વર્ષ છે. તો વળી રાજકરણની ઉંમર 35 વર્ષ છે. યૂનાએ લગ્ન બાદ એકદમ ભારતીય સંસ્કૃતિ અપનાવી લીધી છે. ગળામાં મંગળસૂત્ર પણ પહેરે છે. માંગમાં સિંદૂર પણ લગાવે છે. એટલું જ નહીં પગમાં પાયલ પણ પહેરે છે.