અત્યાર સુધીમાં ના સાંભળ્યું.. ના જોયું,,, કે વિચાર્યું હોય…. એવી અંતિમ યાત્રા નીકળી…. અને એ પણ વાનરની… વાનરની અંતિમ યાત્રામાં સંભળાવા લાગી રામ નામની ગૂંજ….. આ સાંભળી જરુર નવાઈ લાગશે તમને. હિંદુ રીતિ-રિવાજ મુજબ વાનરની અંતિમ ક્રિયા કરાઈ હતી. રસ્તા પર ચારકંધા પર લઈ જવાઈ રહેલી નનામીમાં મૃત વાનર છે. જેનું કરંટ લાગવાથી મોત થયું હતું. વાત મધ્યપ્રદેશના બાલાઘાટની છે, જ્યાં વાનરને કરંટ લાગતા આસપાસના તમામ લોકોએ માનવતાની એવી મિસાલ રજૂ કરી કે રસ્તે-રસ્તે લોકો જોતા રહી ગયા. વાનરને ભગવાન હનુમાનનું સ્વરુપ માનનારા તેઓને ખાવાપીવાની ચીજો પણ આપે છે અને તેમને ભગવાન તરીકે પૂજે પણ છે. પરંતુ અહીંના લોકોના લોકવિચારથી માનવતાની એવી મિસાલ રજૂ કરાઈ કે મૃત વાનરની હિંદુ રીતિ-રિવાજ મુજબ નનામી કાઢી તેના અંતિમ સંસ્કાર પણ કરાયા હતા. વોર્ડના તમામ લોકોએ લોકફાળો એકઠો કરી મૃત વાનરના બંદરઝિરિયામાં અંતિમ સંસ્કાર કર્યા હતા.