ઉપરના વાક્યને અનુરૂપ આપણે વાત એક એવા વ્યક્તિત્વની કરી રહ્યા છે જેમણે જીવનના દરેક પંથ પર સહજતાને આગળ રાખીને કર્મ બળને પ્રમુખતા પ્રદાન કરી છે, અંતે આ વાત છે આપણા જનપ્રિય કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની. ઘટના ગતરોજ એવી બની કે મંત્રી પાવાગઢના પ્રવાસે હતાં તે દરમિયાન શક્તિધામ ખાતે મા મહાકાળીના દર્શન કરી પાછા ફરી રહ્યા હતા, તે દરમિયાન એક વૃદ્ધ યાત્રાળુનો પગ સીડી પરથી લપસતાં મંત્રી ત્વરિત પણે સહાયતા માટે દોડી તેમને ઊભા કર્યા હતા, તેમજ દર્શનાર્થીને સલામત જગ્યાએ બેસાડી છેવટે તેમની અન્ય સહાય કરતાની સાથે ખબર અંતર જાણ્યા હતા.
મૂળુભાઇ બેરા પ્રથમ વખત 26 વર્ષની ઉંમરમાં મંત્રી બન્યા હતા. તે ખંભાળિયાથી પ્રથમ વખત જીત્યા છે. આ પહેલા તે ભાણવડ બેઠક પરથી જીતતા રહ્યા છે. મૂળુભાઇ બેરા પ્રથમ વખત 1995માં ધારાસભ્ય બન્યા હતા, ત્યારે તેમણે 1995થી લઇને 1998 સુધી સામાજિક સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગના નાયબ મંત્રી બન્યા હતા. તે બાદ 1998થી 2001 સુધી મહેસૂલ, સિંચાઇ, પ્રાથમિક શિક્ષણ, બિન પરંપરાગત ઉર્જાના રાજ્ય મંત્રી રહ્યા હતા. 2001થી 2002 સુધી તે ખાણ અને ખનિજ વિભાગના મંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમણે સ્વતંત્ર પ્રભાર મળ્યો હતો. તે બાદ મૂળુભાઇ બેરા 2004થી લઇને 2007 સુધી ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી રહ્યા હતા. ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં તેમણે કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત 1999થી 2002 સુધી જામનગર જિલ્લા પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. તેમજ 2004થી 2007 સુધી અમરેલી જિલ્લા સહ પ્રભારી મંત્રી તરીકે કાર્યરત હતા. પંચાયતી રાજ કમિટી અને ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડમાં રાજ્યકક્ષાના બોર્ડ નિગમ ચેરમેન પણ બન્યા હતા. આ ઉપરાંત તેઓ ભાણવડ તાલુકા ભાજપ પ્રમુખ, જામનગર જિલ્લા પ્રમુખ, ભાણવડ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તેમજ જામનગર ડિસ્ટ્રીક્ટ કો ઓપ. બેંકના ડાયરેક્ટર પણ રહી ચુક્યાં છે. પ્રદેશ કારોબારી સભ્ય તરીકેની વિશેષ જવાબદારી પણ સોંપવામાં આવી હતી.
મૂળુભાઇ બેરાના સીધા સબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ છે. આ કારણ છે કે જ્યારે ભાજપને 156 બેઠક મળી તો મૂળુભાઇ બેરાને માત્ર મંત્રી મંડળમાં જગ્યા જ ના મળી પણ કેબિનેટ મંત્રી પણ બનાવવામાં આવ્યા છે. પ્રવાસન, વન અને પર્યાવરણ જેવા મહત્વના વિભાગ આપવામાં આવ્યા છે. 57 વર્ષના મૂળુભાઇ બેરાએ 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.