કોરોના વાયરસના પગલે આખી દુનીયા પરેશાન છે, ત્યારે ભારતમાં લોકડાઉન 2 મહિના ચાલતા પટી, પત્ની ને ઈચ્છા વગર 70 લાખ જેટલા બાળકો જન્મ લેશે, WHO ધ્વારા ચેતવણી આપી હતી કે કોરોના વાયરસ મહામારીની ભીષણ પરોક્ષ અસર પડી શકે છે. WHO એ કહ્યું છે કે કોરોના બીમારીની તુલનામાં મહામારીના લીધે ઉભી થયેલી સ્થિતિના લીધે વધુ નુકસાન થઈ શકે છે. WHO એ જણાવ્યું છે કે કોરોના વાયરસ મહામારીની પરોક્ષ અસર સૌથી વધુ મહિલાઓ, બાળકો અને કિશોરો પર પડી શકે છે. WHO ચીફ ટેડ્રોસ એડહૈનમ ઘેબ્રિયેસુસ એ કહ્યું કે કોરોનાની આડકતરી અસરને કારણે આ ખાસ જૂથ પર જે ખરાબ પ્રભાવ પડશે તે કોવિડ -19 વાયરસથી થનાર મૃત્યુ કરતાં પણ ભયાનક હોઇ શકે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એ જણાવ્યું હતું કે ઘણી જગ્યાએ મહામારીના લીધે આરોગ્ય તંત્ર પર દબાણ વધી ગયું છે. તેના લીધે ગર્ભાવસ્થા અને ડિલિવરી સાથે જોડાયેલી મુશ્કેલીઓથી મહિલાઓના મોતનું જોખમ વધી શકે છે. યુનાઇટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નતાલિયા કનેમે આ પરિસ્થિતિને લઇ કહ્યું છે કે ‘મહામારીની અંદરનો એક મહામારી’ પેદા થઇ ગઇ છે. નતાલિયા કનેમે કહ્યું કે એક અંદાજ મુજબ દર 6 મહિનાના લોકડાઉનના લીધે 4.7 કરોડ મહિલાઓ ગર્ભનિરોધકની સુવિધા ગુમાવી દેશે. તેના લીધે 6 મહિનાના લોકડાઉનમાં ઇચ્છા વગર 70 લાખ બાળકોનો જન્મ થશે. ઇન્ટર પાર્લિયામેન્ટ્રીના યુનિયનના પ્રેસિડન્ટ ગ્રેબ્રિએલા કુવસ બેરને જણાવ્યું હતું કે મહામારીના લીધે 4 થી 6 કરોડ બાળકો પર ભીષણ ગરીબીનો ખતરો પેદાઇ થઇ ગયો છે. વિશ્વના ઘણા દેશોમાં રોગચાળાને કારણે શાળાઓ ઘણા મહિનાઓથી બંધ છે. દુનિયામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 76.5 લાખથી વધુ કેસ નોંધાયા છે. 4.25 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે.