ઓગસ્ટમાં લગભગ દર અઠવાડિયે કોઇને કોઇ કંપની IPO બજારમાં લાવશે

Spread the love

ઓગસ્ટનો મહિનો કમાણીની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છએ. હાલમાં જ IPO માર્કેટમાં બહાર જોવા મળી રહી છે. લગભગ દર અઠવાડિયે કોઇને કોઇ કંપની IPO બજારમાં લાવી રહી છે અને લોકોને માલામાલ કરી રહી છે. આ કડીમાં હવે ઓગસ્ટ મહિનામાં એક નહીં બલ્કે 10 કંપનીઓના IPO બજારમાં આવી રહ્યા છએ. આ IPOમાં પૈસા લગાવીને રોકાણકારો માલામાલ થઇ શકે છે.
4 ઓગસ્ટના રોજ ફાર્માસ્યૂટિકલ કંપની કોનકોર્ડ બાયોટેકે IPO બહાર પાડ્યો છે. ત્યારથી 8 ઓગસ્ટ સુધી રોકાણકારો આ શેરના સબસ્ક્રિપ્શન લઇ શકે છે. આ કંપનીની ખાસ વાત એ છે કે આમાં દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાના પણ પૈસા લાગ્યા છે. જોકે, હવે તેમનો પોર્ટફોલિયો તેમની પત્ની રેખા ઝુનઝુનવાલા જોઇ રહી છે.
અમદાવાદ સ્થિત ફાર્માસ્યુટિકલ ફર્મ કોનકોર્ડ બાયોટેકનો 1551 કરોડ રૂપિયાનો IPO 4 ઓગસ્ટના રોજ સાર્વજનિક સભ્યતા માટે ઓપન થઇ ગયો છએ. જ્યારે 1025 કરોડ રૂપિયાનો મુંબઈ સ્થિત ગેર-બેન્કિંગ ફાયનાન્સ કંપની એસબીએફસી ફાયનાન્સનો IPO બુધવારના રોજ ઓપન થયો હતો. બેંકરો અનુસાર માર્કેટની સાથે હવે પ્રાથમિક માર્કેટનો મૂડ પણ સારો છે.
ICICI સિક્યોરિટીઝના ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ પ્રમુખ અજય સરાફે કહ્યું કે, વ્યાજ દરો અને મોંઘવારી દરમાં અનિશ્ચિતતાની વચ્ચે મજબૂત માર્કેટની સાથે પાછલા બે-ત્રણ મહિનાઓમાં IPOની માગ ફરી એકવાર વધી છે.
સોમવારના રોજ કંપનીએ આ IPOના પ્રાઈસ બેન્ડની જાણકારી શેર કરી. કંપનીએ આ IPOના પ્રાઈસ બેન્ડ 704-741 રૂપિયાની વચ્ચે નક્કી કર્યા છે. આ IPO દ્વારા કંપની 1550.52 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. આ IPOમાં રિટેલ રોકાણકારો માટે 35 ટકા, નોન ઈન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો માટે 15 ટકા અને ક્વોલિફાઇડ ઈન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે 50 ટકા રિઝર્વેશન રાખવામાં આવ્યું છે.

આ કંપનીના IPO આવી રહ્યા છે
કોનકોર્ડ બાયોટેક
SBFC ફાયનાન્સ
જુપિટર લાઇફલાઇન હોસ્પિટલ
TVS સપ્લાઇ ચેન સોલ્યૂશન
બાલાજી સ્પેશ્યાલિટી કેમિકલ્સ
યાત્રા ઓનલાઇન
ઈનોવા કેપટેવ
એરોફ્લેક્સ ઈન્ડસ્ટ્રીઝ
રિષભ ઈન્ટ્રુમેન્ટ
વિષ્ણુ પ્રકાશ R પુંગલિઆ
નોંધ માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com