વાસંતીબેન પાયલબેનને મળ્યાં, એકનો ભાઈ પીએમ તો બીજાનાં સીએમ

Spread the love

પ્રધાનમંત્રી મોદીના બહેન વાસંતીબેને હરિદ્વારના નીલકંઠ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની બહેન પાયલને મળ્યા. આ પ્રવાસ દરમિયાન ઋષિકેશ ભાજપ મહિલા મોરચા જિલ્લા અધ્યક્ષ કવિતા શાહે તેમને સાથ આપ્યો હતો. આ મીટિંગની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઋષિકેશની આ યાત્રામાં ભાજપ મહિલા મોર્ચાના જિલ્લાધ્યક્ષ કવિતા શાહ વાસંતીબેન સાથે રહ્યાં હતા. કવિતા શાહે જણાવ્યું કે તેમણે વાસંતી બેનની સાથે સમય પસાર કર્યો. તમને જણાવી દઈએ કે ગુરૂવારે સાંજે વાસંતી બેન પરત હરિદ્વાર આવી ગયા હતા. વાસંતીબેન અને હસમુખ ભાઈ મોદીએ મહાદેવનો જલાભિષેક કરી તેના આશીર્વાદ લીધા. પીએમ મોદીના બહેને ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન સાથે મુલાકાત કરી હતી. વાસંતી બેને પણ મહામંડલેશ્વર સ્વામી દયારામદાસ મહારાજના આશીર્વાદ લીધા હતા. તમને જણાવી દઈએ કે સ્વામી દયારામ દાસ મહારાજ બ્રહ્મપુરીમાં સ્થિત શ્રી રામ તપસ્થલી આશ્રમના છે. આ યાત્રા દરમિયાન વાસંતી બેનની મુલાકાત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન સાથે થઈ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શશિ પાયલ અને વસંતી બહેનની ઉત્તરાખંડમાં મુલાકાત થઈ. પીએમ મોદીના બહેન વિશે બહુ ઓછા લોકો જાણે છે. તમને જણાવી દઈએ કે પીએમ મોદીની એક બહેન પણ છે જેનું નામ વાસંતી બેન છે. વાસંતી બેન તેમના પતિ હસમુખ ભાઈ મોદી સાથે નીલકંઠ મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *