ગુજરાત રમખાણમાં ષડયંત્રના કેસમાં આખરે ગુજરાત હાઈકોર્ટે પૂર્વ DGP આર બી શ્રીકુમારના જામીન મંજૂર કર્યા છે. ટ્રાયલ કોર્ટમાં હાજર રહેવાની શરતે ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે. રૂ. 25 હજારના બોન્ડ પર તેમને જામીન મળ્યા છે. આર બી શ્રીકુમાર પર દસ્તાવેજો સાથે ચેડાં કરી સરકાર અને તત્કાલિન CMને બદનામ કરવાનો આરોપ છે. જો કે દસ્તાવેજોની તપાસ એજન્સીની કસ્ટડીમાં હોવાથી તેમને હાલ જામીન આપવામાં આવ્યા છે.