કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા ટ્રેઈન્ડ ડોગ્સની મહત્વની ભૂમિકા દર્શાવવા પ્રભાવશાળી ડોગ સ્ક્વોડ શોનું આયોજન
અમદાવાદ
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી સફળતાપૂર્વક સંપન્ન થઈ છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી (BCAS)ના સહયોગથી 31મી જુલાઈથી 5 ઓગસ્ટ સુધી એવિએશન સિક્યુરિટી કલ્ચર વીકની ઉજવણી કરવામાં આવી હતી. SVPI એરપોર્ટ પર કામ કરતી તમામ એજન્સીઓ અને હિતધારકોએ સુરક્ષા જાગૃતિની અનેક પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લઈ સુરક્ષા અંગે સ્વયંજાગૃત હોવાનો અનુભવ કરાવ્યો.સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ દરમિયાન ” જુઓ, કહો અને સુરક્ષિત કરો” ટેગલાઇન સાથે ઉડ્ડયન સુરક્ષા જાગૃતિને પ્રોત્સાહન આપતા પેસેન્જર-કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજીત કરવામાં આવ્યા હતા.SVPI એરપોર્ટ પર આયોજીત વિવિધ કાર્યક્રમો પૈકી સુરક્ષા અંગે સવાલો કરતી ક્વિઝ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ ઇન્ટરેક્ટિવ પ્રવૃત્તિથી મુસાફરોને પ્રતિબંધિત વસ્તુઓ વિશે પ્રશિક્ષિત કરવામાં ખૂબ મદદ મળી. વળી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા ટ્રેઈન્ડ ડોગ્સની મહત્વની ભૂમિકા દર્શાવવા પ્રભાવશાળી ડોગ સ્ક્વોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.એરપોર્ટ પર સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે. SVPI એરપોર્ટ પર મુસાફરોની સુરક્ષા સહિત અનેકવિધ સુવિધાઓ વધારવાના પગલાંઓ લેવામાં આવ્યા છે. જેમાં નવો સિક્યોરીટી ચેક એરિયા અને ટર્મિનલ- 1 પર સુરક્ષા હોલ્ડ વિસ્તારમાં ટૂંક સમયમાં વધારો કરવામાં આવશે.એરપોર્ટ ટર્મિનલમાં ચેક-ઇન બેગ અને હેન્ડ બેગેજમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવવા લઈ જવા અંગે માહિતગાર કરતા ડિસ્પ્લે ઠેર-ઠેર મૂકવામાં આવ્યા છે. જેનાથી મુસાફરોને અવરજવરમાં તેમજ સુરક્ષા ટીમને ઝડપી પ્રક્રિયા કરવામાં સુવિધા મળી રહે છે.ટર્મિનલમાં મુસાફરોના ઝડપી અને ઝંઝટમુક્ત પ્રવેશ માટે 20 બારકોડ સ્કેનર મુકવાની પહેલ કરવામાં આવી હતી. વળી અવારનવાર મુસાફરોના ફીડબેકના આધારે સંચાલનમાં સુધારા-વધારા કરવામાં આવે છે. બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનું મુખ્ય કામ પણ તેમાનું એક છે.
આંતરબાહ્ય સ્ટેકહોલ્ડર્સને ઉડ્ડયન સુરક્ષાની તાલીમ સુવિધા પૂરી પાડવા માટે સમર્પિત એવીએશન સિક્યુરીટી ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટની સાથાપના કરવામાં આવી છે.SVI એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. નાણાકીય વર્ષ 2022-23માં 10 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ચાલુ વર્ષે પ્રથમ 4 મહિનામાં જ 3.8 મિલિયન કરતાં વધુ મુસાફરો એરપોર્ટ સુવિધાનો લાભ લઈ ચૂક્યા છે. મુસાફરોની સંખ્યા વધવા સાથે તેમની સુરક્ષા અને સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા SVPI એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉન્નત કરવા તીવ્ર ગતિએ કામ કરી રહ્યું છે.
મુસાફરોને માહિતગાર કરવા માટે ચેક-ઇન સામાનમાં સામાન્ય રીતે નીચે મુજબની પ્રતિબંધિત વસ્તુઓ જોવા મળે છે.
1. પાવર બેંક
2. લાઈટર
3. કોપરા (સૂકું નારિયેળ)
4. વધારાની બેટરી
5. ઈ-સિગારેટ
મુસાફરોને બેગ પેક કરવા માટેની ટિપ્સ
1. ચેક-ઈન સમયે વિસ્ફોટકો, રેડિયો એક્ટીવ ચેપગ્રસ્ત/કાટ લગાવતા પદાર્થો, સૂકા નાળિયેર (કોપરા), લાઈટર અને ઈ-સિગારેટ જેવી વસ્તુઓ લઈ જવાની મંજૂરી નથી.
2. હેન્ડબેગેજ વહન કરતી વેળાએ 100ml કરતા વધુ ન હોય એવા પ્રવાહીને પારદર્શક રિસીલેબલ બેગમાં લઈ જવા
3. હેંગ બેગેજમાં કોઈપણ પ્રકારના મસાલાની મંજૂરી નથી, જો કે તેને ચેક-ઇન બેગેજમાં લઈ જઈ શકો છો.
4. ચેક-ઇન સામાનમાં બેટરી અથવા પાવર બેંક ન રાખો.
5. જ્વલનશીલ પદાર્થો ઘન,પ્રવાહી કે વાયુ સાથે લઈ જશો નહીં.
6. ફક્ત તમારા જ સામાન સાથે મુસાફરી કરો.
7. હંમેશા તમારી પોતાની બેગ પેક કરવાની ખાતરી કરો.
8. તમારા નામે ચેક ઇન કરવા અન્ય લોકોનો સામાન સ્વીકારશો નહીં. 10. સ્વ-રક્ષણ વસ્તુઓ જેમ કે બ્લેકજેક, બિલી ક્લબ્સ અને અન્ય માર્શલ આર્ટ વસ્તુઓને તમારી ચેક-ઇન બેગમાં સુરક્ષિત વીંટાળ્યા પછી જ પેક કરો.
9. હેન્ડ બેગેજમાં રમકડાની બંદૂકો રાખવાનું ટાળો.