આરોપી અબ્દુલકાદીર ઉર્ફે પેન્ટર
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવેલ સુચના અને માર્ગદર્શન મુજબ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેકટર એમ.એમ.સોલંકીની ટીમના પો.સ.ઇ. પી.એચ.જાડેજા તથા સ્ટાફના માણસો દ્વારા અમદાવાદ શહેર વિસ્તારમાં ગેર કાયદેસર કોડીન સીરપની હેરાફેરી કરતા આરોપી અબ્દુલકાદીર ઉર્ફે પેન્ટર સ/ઓ મોહંમદહનીફ મન્સુરી ઉ.વ.૩૬ રહે-મહેબુબભાઇ દાઢીના મકાનમાં, ફેસલપાર્ક, આલીશાન સ્કુલની પાછળ, ડાયાજી પાર્ક પાસે, ઇસનપુર અમદાવાદ શહેરને પીરાણા ટોલનાકા થી ખોડીયારનગર ચાર રસ્તા તરફ જતા રોડ ઉપર, રોડની પશ્વિમે ખારાવાળા કમ્પાઉન્ડના રોડ સામે, ઇલેક્ટ્રીક પોલ નં .PRA-12 પાસેથી પકડી લીધેલ.
આરોપીના કબ્જાની રીક્ષા નં. જીજે-૦૧-ટી.જી-૨૫૭૨ માં કફ શીરપની બોટલો નંગ-૩૯૧ કિ.રૂ.૭૬,૨૪૫/- તથા રીક્ષા-૧ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ્લે રૂ.૧,૭૬,૨૪૫/- નો મુદ્દામાલ કબ્જે કરી, આરોપી વિરૂધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૧૦૧૧૨૩૦૨૧૫/૨૦૨૩ ધી એન.ડી.પી.એસ. એક્ટ કલમ ૮(સી), ૨૧(સી), ૨૯ મુજબનો દાખલ કરવામાં આવેલ.આરોપી આ જથ્થો તેને ઇસ્માઇલ ઉર્ફે લુંગી ફકીરમહંમદ શેખ રહે- સંતોષનગર ચારમાળીયા નહેરૂનગર આવાસ યોજના બહેરામપુરા અમદાવાદએ ભરી આપેલ કબુલાત કરેલ છે. જે બાબતેની આરોપીની આગળની વધુ પુછપરછ પો.ઇ.શ્રી એમ.એમ.સોલંકી તથા પો.સ.ઇ.શ્રી બી.યુ.મુરીમાઓ ચલાવી રહેલ છે.