જી.એસ.ટીના બોગસ બિલીંગના રૂ. ૧૫૦૦ કરોડના કૌભાંડના ગુનામાં સંડોવાયેલ અલ્તાફ સાકરવાલાને ઝડપતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે દિન ચાર ના રિમાન્ડ મંજૂર

અમદાવાદ

તા.૧૨/૧૧/૨૦૨૨ ના રોજ જી.એસ.ટી વિભાગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં જે ઓપરેશન દરમ્યાન ખોટા ડોક્યુમેન્ટ આધારે બોગસ પેઢીઓ ઉભી કરી જી.એસ.ટીના બોગસ બિલીંગ કૌભાંડ આચરી સરકારશ્રીને આર્થિક નુકશાન પહોંચાડતા હોવાનું જણાઇ આવતા તા.૧૯/૧૨/૨૦૨૨ ના રોજ અલગ કુલ -૬ બોગસ પેઢીઓ વિરૂધ્ધ ડી.સી.બી પોલીસ સ્ટેશન પાર્ટે એ-ગુ.ર.નં ૧૧૧૯૧૦૧૧૨૨૦૧૬૮/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૪૦૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦ (બી), ૩૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.

ગજાનન એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢીની તપાસ દરમ્યાન બીજી અલગ અલગ ૨૦૦ જેટલી બોગસ પેઢીઓ મળી આવેલ જે પેઢીઓની તપાસ કરતા તેમાં કુલ્લે રૂપિયા ૧૫૦૦ કરોડ કરતા વધારે રકમના બોગસ બિલીંગ થયેલા હોવાનું જણાઇ આવેલ. મળી આવેલ ૨૦૦ બોગસ પેઢીઓની તપાસ દરમ્યાન હકીકત ધ્યાને આવેલ કે ૮૬ કરતા પણ વધારે બોગસ પેઢીઓમાં રૂપિયા ૮૫૦ કરોડથી વધુ રકમના બોગસ બિલીંગ ભાવનગર ખાતે રહેતા અલ્તાફ સાકરવાલા તથા તેના સાગરીતોએ મળી કરેલ છે.આ ગુનાની તપાસ દરમ્યાન અલ્તાફભાઇ ઉર્ફે હિલ્ટન યુસુફભાઇ સાકરવાલા (મેમણ) ઉવ.૩૨ રહે.લીમંડીવાળી સડક રાણીકા વિસ્તાર મક્કા મસ્જીદની સામે ભાવનગરને તા.૪/૮/૨૦૨૩ ના રોજ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટે દિન -૪ ના રિમાન્ડ મંજૂર કરેલ છે.

આ ગુનાની તપાસમાં હાલમાં પકડાયેલ અન્ય આરોપીઓ સાથે મળી સને- ૨૦૧૯ થી ૮૬ કરતા વધારે અન્યના નામે આવેલ બોગસ જી.એસ.ટી પેઢીઓ આધારે ૮૫૦ કરતા વધુ રકમના બોગસ બિલો બનાવી સરકારશ્રીને આર્થિક નુકશાન પહોંચાડવાનું કૌભાંડ આચરેલ છે જે સબંધેની ઉંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com