નરોડામાં સ્વપ્નીલ આર્કેડમાં સ્ત્રીની હત્યાના બનાવનો ભેદ ઉકેલી હત્યાને અંજામ આપનાર આરોપીની ધરપકડ કરતી ક્રાઈમ બ્રાન્ચ

Spread the love

આરોપી અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલા

અમદાવાદ

અમદાવાદ  નરોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્વપ્નીલ આર્કેડ નામના કોમર્સીયલ બિલ્ડીંગમાં ગત તા.૧૯.૦૭.૨૦૨૩ ના રોજ સવાર ૧૦.૧૭ વાગ્યે એક સ્ત્રીની માથાના ભાગે ઇજા કરી અજાણ્યો ઇસમ હત્યા કરી નાશી ગયેલ હોવાનો બનાવ જાહેર થયેલ હતો. જે મરણજનાર સ્ત્રી અનિતાબેન વિનોદભાઇ વાઘેલા રહે.શ્યામકુટીર-૨, નવા નરોડા, ૧૦૮ કોલ સેન્ટરની સામે, અમદાવાદ હોવાનું જાહેર થતાં મરણજનારના પતિ વિનોદભાઇ કાળાભાઇ વાઘેલા દ્વારા અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરીયાદ આપવામાં આવતા, નરોડા પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૩૫૨ ૩૧૧૮૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૦૨ જી.પી.એકટ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધી પોલીસ ઇન્સપેકટરશ્રી, નરોડા પો.સ્ટે. દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ હતી.આ હત્યાનો બનાવ વણ શોધાયેલ હોય જેથી તત્કાલીન સંયુકત પોલીસ કમિશ્નર તથા નાયબ પોલીસ કમિશ્નર ક્રાઇમ બ્રાન્ચની સુચના અને માર્ગદર્શન મુજબ મદદનીશ પોલીસ કમિશ્નર, ક્રાઇમ બ્રાન્ચની આગેવાની હેઠળ ક્રાઇમ બ્રાન્ચના તમામ પોલીસ ઇન્સપેકટરશ્રીઓની જુદી જુદી ટીમો દ્વારા બનાવવાળી જગ્યાની મુલાકાત કરી ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા.બનાવ સ્થળની મુલાકાત બાદ તથા તપાસ દરમ્યાન જણાય આવેલ હકિકત અનુસાર મરણજનાર સ્ત્રી બનાવ જાહેર થયાના આગળના દિવસથી એટલે કે તા.૧૮.૭.૨૦૨૩ થી ગુમ થયેલ હતી અને સ્વપ્નીલ આર્કેડમાં પાંચમાં માળે આવેલ ઓફીસ નં. ૫૦૧ માં સાફસફાઇના કામ સારૂ તથા સ્વપ્નીલ એલીગન્સમાં ઘરકામ માટે પહોંચેલ ન હતી જેથી મરણજનારના પતિ દ્વારા પોતાની પત્ની ગુમ થયેલ હોવાની હકિકત પણ નરોડા પો.સ્ટે. ખાતે કરેલ હતી. આ ઉપરાંત તા.૧૮.૦૭.૨૦૨૩ ના રોજ સવારના ૮/૩૦ વાગ્યાથી મેન્ટેનન્સનું કામ ચાલુ હોવાના કારણે સમગ્ર વિસ્તારમાં વિજળી બંધ હોય જેથી સીસીટીવી કેમેરાના આધારે આરોપીની સ્વપનીલ આર્કેડમાં અવરજવર બાબતે કોઇ સચોટ માહિતી પ્રાપ્ત થઇ શકેલ ન હતી. આ ઉપરાંત મરણજનાર સ્ત્રી મોબાઇલ ફોનનો વપરાશ કરતી ન હોય જેથી ઇલેકટ્રોનીક તથા ટેકનીકલ મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવો પડકારરૂપ હોય આ ગુનાની તપાસ પોલીસ કમિશ્નરશ્રી, અમદાવાદ શહેર દ્વારા ગઇ કાલે ક્રાઇમ બ્રાન્ચને સોંપતા સદરહુ ગુનાની તપાસ મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી ભરત પટેલને સોંપવામાં આવેલ હતી.મદદનીશ પોલીસ કમિશ્નર, કાઇમ બ્રાન્ચ દ્વારા આ વણશોધાયેલ ગુનાની તપાસ સંભાળી બનાવ સ્થળ સ્વપ્નીલ આર્કેડ સાથે સંકળાયેલ તમામ ઓફીસ ધારકો તથા શકમંદ ઇસમોની તાત્કાલીક પુછપરછ હાથ ધરેલ હતી. શકમંદ ઇસમોની પુછપરછ દરમ્યાન તથા તપાસ દરમ્યાન જણાય આવેલ હકિકત મુજબ સ્વપ્નીલ આર્કેડમાં ચા આપવા આવનાર તેમજ રાત્રી દરમ્યાન સ્વપ્નીલ આર્કેડમાં રોકાનાર ઇસમ અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલા દ્વારા જ આ હત્યાના બનાવને અંજામ આપેલ હોવાનો પાકો અને વ્યાજબી શક થયેલ અને અગાઉના ત.ક.અ. દ્વારા આ અરવિંદ વાઘેલાના સીમેન સેમ્પ્લ લેવડાવ્યા બાદ પોતે પોતાની પુછપરછ ટાળતો હોય જેથી આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને શોધી અત્રેની કચેરી ખાતે લાવી ચુકતિપ્રયુકતિથી પુછપરછ કરતાં પુરછપરછના અંતે શકમંદ ઇસમ અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલા રહે. રામદેવનગર, હરિદર્શન ચાર રસ્તા નજીક, નવા નરોડા, અમદાવાદ દ્વારા આ ગુનો કરેલ હોવાનો એકરાર કરેલ હોય, સાહેદોના નિવેદનો તથા સાંયોગિક પુરાવાઓ આધારે આરોપી અરવિંદ ઇશ્વરભાઇ વાઘેલા રહે.રામદેવનગર, હરિદર્શન ચાર રસ્તા નજીક, નવા નરોડા, અમદાવાદની તા.૦૫/૦૮/૨૦૨૩ ના ત્રણ વાગ્યે ધરપકડ કરવામાં આવેલ છે અને ગુનાને કેવી રીતે અંજામ આપેલ તે બાબતે વિગતવાર પૂછપરછ કરતાં આરોપી દ્વારા જણાવવમાં આવેલ છે કે,આરોપી અરવિંદ પોતે પોતાની માતા જશીબેન કે જે સ્વપ્નીલ આર્કેડની સામે રોડની સાઇડમાં ચા ની લારી રાખી વેપાર કરે છે તેણીને દિવસ દરમ્યાન મદદ કરી રાત્રિ દરમ્યાન સ્વપ્નીલ આર્કેડમાં પોતાના મામાના દિકરા શૈલેષ દંતાણી વોચમેન તરીકે કામ કરતા હોવાથી તેની સાથે જ રોકાણ કરતો હોય અને આ આર્કેડની બહાર દિક્ષિત ઉર્ફે દિપકભાઇ શાહ નામના રીક્ષા ડ્રાઇવર પણ અવારનવાર રાત્રિ રોકાણ કરતા હોય આ ઉપરાંત બિલ્ડીંગના ૬૦૧ નંબરના રૂમમાં રહેતા બિલ્ડરના મજુર/કારીગર ભરત ઠાકોર વિગેરે સાથે મિત્રતા થયેલ હતી અને આરોપીને થોડા સમય પહેલા જનેન્દ્રીયના ભાગે ઇજા થયેલ હોય જેથી તેના મિત્રો વારંવાર ટોણા મારી, કટાક્ષ કરી તે સ્ત્રીસુખ માણી શકે તેવો સક્ષમ નથી તેમ કહેતા હતા. આથી, આરોપીએ મનોમન નકકી કરેલ કે પોતે કોઇ સ્ત્રી સાથે સબંધ રાખશે તો તે સાબિત કરી શકશે કે તે સક્ષમ છે.

આરોપી અરવિંદ પોતે રાત્રી દરમ્યાન સ્વપ્નીલ આર્કેડમાં પ્રથમ માળે તથા બીજા માળે સુતો હોય અને પોતાના નિત્યક્રમ મુજબ વહેલી સવારે ઉઠી ન્હાવા-ધોવાની રોજીંદી ક્રીયા આર્કેડમાં કરતો હોય અને ચા ની લારી ચાલુ કર્યાબાદ પણ દિવસ દરમ્યાન આર્કેડમાં જ ચા આપવા તથા અન્ય કામ સારૂ અવરજવર કરતો હોય જેથી મરણજનર અનિતાબેન કે જે પોતાના નિત્યક્રમનુસાર રોજ સવારે ૮/૩૦ થી ૯/૦૦ વાગ્યા દરમ્યાન સ્વપ્નીલ આર્કેડમાં આવેલ ૫૦૧ નંબરની ઓફીસમાં સફાઇકામ માટે આવતા હોય તે બાબતથી સંપુર્ણ વાકેફ હતો અને થોડા સમય પહેલા સ્વપનીલ આર્કેડના બીજા માળના હોલમાં પાણી ભરાય જવાના કારણે એલ્યુમિનિયમનો દરવાજો ખુલ્લો રાખવામાં આવેલ તે સમયે દરવાજામાં રહેલ બે ચાવી પૈકી એક ચાવી પોતાના અંગત ઉપયોગ સારૂ રાખી લીધેલ હોય તે ચાવીનો ઉપયોગ કરી ગત તા.૧૮/૦૭/૨૦૨૩ ના રોજ આરોપી અરવિંદ વાઘેલાએ અગાઉથી નકકી કરેલ યોજના અનુસાર બિલ્ડીંગમાં વીજળી ન હોવાથી મરણજનાર બહેન સીડી મારફતે પાંચમાં માળે આવશે ત્યારે કોઇપણ બહાના હેઠળ અંદર બોલાવી સબંધ બાંધવા માંગણી કરશે તેવી તૈયારી સાથે રાહ જોઇ બેસી રહેલ અને ક,૮/૩૦ વાગ્યાના અરસામાં મરણજનાર અનિતાબેન સીડી મારફતે પાંચમાં માળે કામ સબબ જતાં હતા ત્યારે બીજા માળે પહોંચતા આરોપી અરવિંદ કે જે પહેલાથી જ ત્યાં હાજર હતો તેણે હોલની સફાઇ કરવાની છે તે કામ જોઇ લેવાના બહાને અનિતાબેનને અંદર બોલાવી, હોલનો દરવાજો અંદરથી લોક કરી, અનિતાબેન પાસે સબંધ બાંધવા અંગેની માંગણી કરેલ. આ બાબતની સ્પષ્ટ ના પાડી અનિતાબેને પોતાને જવા દેવા કહી બુમાબુમ કરતાં આરોપી અરવિંદે પોતાની પાસે રહેલ લોખંડના રોડ વળે અનિતાબેનને માથાના ભાગે ફટકો મારી દીધેલ અને ત્યારબાદ નીચે પડી ગયેલ અનિતાબેનને ઢસડી હોલની એકબાજુની સાઇડમાં લઇ જઇ મૃત્યુ ના પામે ત્યાં સુધી પાંચ થી છ ફટકા મારી મોત નીપજાવી દીધેલ અને હોલનો દરવાજો ફરી લોક કરી નાશી ગયેલ હતો.આરોપી અરવિંદ વાઘેલા દ્વારા આ હત્યાને અંજામ આપવામાં આવેલ હોવાથી તેની ધોરણસર અટક કરી વધુ પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com