Amc દ્વારા ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમમાં નાગરિકોની કુલ ૧૮૬૧ ફરિયાદો પૈકી ૧૫૨૩નો સ્થળ ઉપર જ નિકાલ 

Spread the love

અમદાવાદ

આપણા દેશનાં વડાપ્રધાન  નરેન્દ્ર મોદી  તથા ગાંધીનગર લોકસભાનાં લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ તથા રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં પ્રજાલક્ષી લોકાભિમુખ અભિગમ અને પારદર્શક વહિવટને ઉજાગર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સૌ પ્રથમ વખત અમદાવાદ શહેરમાં જે તે વોર્ડ કક્ષાએથી જ સ્થાનિક નાગરિકોની ફરિયાદોનો લોકાભિમુખ અભિગમથી નિકાલ થાય તે સારૂ સમગ્ર શહેરનાં તમામ વોર્ડમાં તા.૦૫/૦૮/૨૦૨૩ થી તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી “ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમ”નું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ. જે અનુસંધાને આજ તા.૦૫/૦૮/૨૦૨૩નાં રોજ અમદાવાદ શહેરનાં નીચે પત્રકમાં જણાવેલ ઝોન-વોર્ડમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેવાઓને લગતાં નાગરિકલક્ષી પ્રશ્નો જેવા કે પ્રોપર્ટી ટેક્સ વિભાગ-નામ ટ્રાન્સફર, કબજેદાર, ફેક્ટર ફેરફાર વિગેરે, વ્યવસાય વેરા વિભાગ- ગુમાસ્તાધારા અને વ્યવસાય વેરા સર્ટીફીકેટ વિગેરે, ઈજનેર વિભાગ-પાણી તથા ગટર અંગે, ૭૦:૨૦:૧૦ રોડનાં કામો, એસ્ટેટ વિભાગ-ગેરકાયદેસર/અનઅધિકૃત દબાણ, આરોગ્ય વિભાગ-જન્મ- મરણ સર્ટીફીકેટ, PMJAY (માં કાર્ડ), યુ.સીડી. વિભાગ-PM સ્વનિધિ યોજના, DAY-NULM યોજના, આઈ.સી.ડી.એસ. વિભાગ-પૂરક પોષણ યોજના, માતૃ વંદના યોજના, પાપા પગલી, પૂર્ણ યોજના પૂરક વિગેરે અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ-ડોર ટુ ડોર યોજના, ડસ્ટબિન વિતરણ સંબધિત સેવાઓ અંગેની ફરિયાદોનાં નિવારણ સારૂ “ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ.

સદર કાર્યક્રમમાં અમદાવાદ શહેરનાં માનનીય સંસદસભ્યશ્રી, માનનીય ધારાસભ્યશ્રીઓ, માનનીય પ્રભારીશ્રી, માનનીય મેયરશ્રી, માનનીય ડે.મેયરશ્રી, માનનીય ચેરમેનશ્રી-સ્ટેન્ડીંગ કમિટી, માનનીય નેતાશ્રી, માનનીય દંડકશ્રી, અમ. મ્યુ. કોર્પો.ની વિવિધ કમિટીઓનાં માનનીય ચેરમેનશ્રીઓ, માનનીય ડે.ચેરમેનશ્રીઓ તથા જે તે વોર્ડનાં માનનીય મ્યુનિસિપલ કાઉન્સીલરશ્રીઓ હાજર રહેલ.

આજ તા.૦૫/૦૮/૨૦૨૩નાં રોજ યોજવામાં આવેલ “ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમ”માં નાગરિકોની કુલ ૧૮૬૧ ફરિયાદો આવેલ, જે પૈકી ૧૫૨૩ ફરિયાદોનો સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવેલ છે. જયારે બાકી રહેતી ૩૩૮ ફરિયાદોની પૂરતી ચકાસણી કરી કામકાજનાં દિન- 3માં નિકાલ કરી જે તે નાગરિકને તેની જાણ કરવામાં આવશે.

સદર “ફરિયાદ નિવારણ વોર્ડ સભા કાર્યક્રમ”માં નાગરિકોની ફરિયાદને જે તે ઝોનનાં માનનીય માનનીય ડે.મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ તથા જે તે વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉંડાણપૂર્વક વિગતવાર સમજી તેનાં નિકાલ અંગેની કાર્યવાહી હાથ ધરતાં સદર કાર્યક્રમમાં આવેલા નાગરિકો દ્વારા ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવેલ અને આ પ્રકારનાં આયોજન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ સુંદર કામગીરીને બિરદાવેલ હતી. સદર કાર્યક્રમ અમ.મ્યુ. કોર્પો.નાં જુદા જુદા ઝોન/વોર્ડમાં તા.૧૪/૦૮/૨૦૨૩ સુધી યોજાનાર હોઈ નાગરિકોને તેનો લાભ લેવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com