અમદાવાદ
ડે.મ્યુની. કમીશનર મધ્ય ઝોનની સીધી રાહબરી હેઠળ મધ્યઝોન હદ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર બાંધકામ તથા જાહેર રસ્તાઓ પરના દબાણો દૂર કરવાની અને ભયજનક મકાનો ઉતારવાની કામગીરીના ભાગરૂપે મધ્ય ઝોન વિસ્તારમાં બી.આર.ટી.એસ રૂટ ખમાસા ચાર રસ્તા થી સારંગપુર થી કાલુપુર રેલ્વે સ્ટેશન થી દુધેશ્વર બ્રીજ સુધી ટી.પી. રસ્તા ફુટપાથ તથા જંકશન ઉપરથી ૦૩-નંગ લારી,૩૬-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે તથા ૧૧- નંગ બોર્ડ/બેનર દુર કરેલ છે. બી.આર.ટી.એસ રૂટ ખમાસા થી આસ્ટોડીયા સુધી ટ્રાફીક પોલીસની મદદ સાથે ટી.પી. રસ્તા ફુટપાથ તથા જંકશન ઉપ૨થી ૦૧-નંગ લારી, ૨૧-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે તથા ૦૪-નંગ બોર્ડ/બેનર દુર કરેલ છે. વધુમાં ગેરકાયદેસર પાર્ક કરેલા ૩૭ વાહનોને લોક મારી વહીવટી ચાર્જ પેટે રૂા.૧૪૦૦૦/- દંડ વસુલ કરેલ છે. એફ.એસ.એલ ચાર રસ્તાથી રત્ન સાગર ચાર રસ્તા થી મેઘાણીનગર સુધી ટી.પી. રસ્તા ફુટપાથ તથા જંકશન ઉ૫૨થી ૦૧-નંગ લારી,૧૫-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે નમસ્તે સર્કલ થી દિલ્હી દરવાજાથી શાહપુર દરવાજા સુધી ટી.પી. રસ્તા ફુટપાથ તથા જંકશન ઉપરથી ૩૫-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે તથા ગે૨કાયદેસર પાર્ક કરેલા ૦૬ વાહનોને લોક મારી વહીવટી ચાર્જ પેટે રૂા.૩૦૦૦/- દંડ વસુલ કરેલ છે. વોર્ડ શાહીબાગ માં તાઃ-૦૨/૦૮/૨૦૨૩ ના રોજ કાલુપુર ચોખાબજાર પાસે ઓટલા તથા ક્રોસ વોલ પ્રકારનુ દુર કરેલ દબાણનુ ડેબ્રીજ દુર કરવાની કમગીરી કરેલ છે. એસ્ટેટ ખાતા દ્વારા ૦૫-નંગ લારી, ૧૦૭-નંગ પરચુરણ સામાન જપ્ત કરેલ છે તથા ૧૪-નંગ બોર્ડ/બેનર દુર કરેલ છે તથા ગેરકાયદેસર પાર્ક કરેલા ૪૩ વાહનોને લોક મારી વહીવટી ચાર્જ પેટે રૂા.૧૭૦૦૦/- દંડ વસુલ કરેલ છે