પંજાબ કોંગ્રેસનાં MP જસબીર સિંહ ગીલે લોકસભામાં ખાસ પ્રસંગો પર નકામા ખર્ચ અટકાવવા અંગેનું પ્રાઈવેટ મેંમબર્સ બિલ લઈને આવ્યાં હતાં. આ બિલ અનુસાર લગ્નમાં વધુમાં વધુ 100 મહેમાનો અને 10 વાનગીઓની મર્યાદા નક્કી કરવાની માંગ કરે છે. આ સિવાય ચાંદલા કે ગિફ્ટ નિમિત્તે વધુમાં વધુ 2500 રૂપિયાનો ખર્ચ કરવાની માંગ કરે છે. MP જસબીર સિંહે કહ્યું હતું કે આ બિલ જાતિગત્ત ગુણોત્તર સુધારવામાં પણ મદદ કરશે.
લોકસભામાં શુક્રવારે, ખાસ પ્રસંગો પર થતાં નકામા ખર્ચને લઈને બિલની રજૂઆત કરવામાં આવી. આ બિલમાં લગ્નપ્રસંગે મહેમાનોની સંખ્યા, વાનગીઓ પર અને ગિફ્ટ્સ પર થતો ખર્ચ મર્યાદિત કરવાની માંગ ઊઠાવવામાં આવી હતી. પ્રાઈવેટ મેમ્બર્સ બિલ કે જેને ‘Prevention of Wasteful Expenditure on Special Occasions Bill, 2020’ તરીકે ઓળખવામાં આવે છે તેને સૌથી પહેલાં જાન્યુઆરી 2020માં કોંગ્રેસ MP જસબીર સિંહ ગીલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
ગિલે કહ્યું કે મોંઘી ગિફ્ટનાં બદલે, જરૂરિયાતમંદો, NGO, અનાથોને ડોનેશન આપવું જોઈએ. તેમણે આગળ જણાવ્યું કે આ બિલ એવા નકામા ખર્ચનાં અંતની માંગ કરે છે કે જે દુલ્હનનાં પરિવાર પર આર્થિક ભારણરૂપ બનતાં હોય. તેમણે કહ્યું કે ગ્રાંડ લગ્ન પાછળ લોકોએ પોતાની પ્રોપર્ટી કે પ્લોટ વેંચવાં પડે છે અથવા તો લોન લેવી પડે છે. આ બિલ બાદ છોકરીઓને બોજરૂપ નહીં માનવામાં આવે જેના લીધે લાંબાગાળે સ્ત્રીભ્રૂણ હત્યામાં ઘટાડો થઈ શકે છે.