વડોદરાની ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ફરી એક વખત વિવાદમાં આવી છે. અહીં મોદી@20 વિષય પર પેઇન્ટિંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ભોપાલના ચિત્રકાર રાજ સૈનીના પીએમ મોદીને ભગવાન વિશ્વકર્મા સાથે સરખાવતા પેઇન્ટિંગને લઇને ભારે વિવાદ સર્જાયો.
તો ત્રિપુરાના ચિત્રકારે પણ મોદીને ભગવાન વિષ્ણુના અવતાર સાથે સરખાવ્યા. આથી વાઇસ ચાન્સેલર અને ફેકલ્ટી ડીને તુરંત જ સૂચના આપી બંને પેઇન્ટિંગને ત્યાંથી હટાવી દીધા. સમગ્ર વિવાદ મામલે ચિત્રકાર રાજ સૈનીએ ટીવી નાઇન સાથેની ખાસ વાતચીત કરી. જેમાં તેમણે જણાવ્યું કે મેં 7 દિવસ સુધી સતત મહેનત કરીને પીએમ મોદીનું ચિત્ર તૈયાર કર્યું હતું.
તેમણે કહ્યું મેં વડાપ્રધાન મોદીને સંપૂર્ણ વિશ્વ સાથે જોડીને બનાવ્યા. તેઓ ભારત જ નહીં આખા વિશ્વને એક પરિવારના રૂપે જોવા ઇચ્છે છે તેવો ચિત્રનો ભાવ છે. પરંતુ જ્યુરીએ ચિત્રને સમજ્યા વગર જ ધર્મ સંબંધિત કારણ દર્શાવી ચિત્રને રિજેક્ટ કર્યું. રાજ સૈનીએ જણાવ્યું કે હું છેલ્લા 35 વર્ષથી પેઇન્ટિંગ ક્ષેત્રે કાર્યરત છું. પરંતુ અહીં મારું અને મારી ભાવનાઓનું અપમાન થયું છે. બીજી તરફ કોંગ્રેસે પીએમ મોદીનું ચિત્ર દોરનાર ચિત્રકાર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવાની માગ કરી છે.