આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવા તૈયાર

Spread the love

ગુજરાતના એક દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાની ચૂંટણી ભરૂચથી લડવાની જાહેરાત કરી છે. તેઓ સાંસદ મનસુખ વસાવાને ટક્કર આપી શકે છે. કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારીઓ કરી લીધી છે. લોકસભાની ચૂંટણી આવતા જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ફરી બેઠી થઈ છે. ગઈકાલે પાર્ટી દ્વારા કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીના એક ધારાસભ્યએ મોટી જાહેરાત કરી છે. આપ ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી પણ લડશે. કેજરીવાલે લીલી ઝંડી આપતા ચૈતર વસાવાએ તૈયારી કરી લીધી છે. તેઓ સાંસદ મનસુખ વસાવાને સીધી ટક્કર આપશે. આ ઉપરાંત બારડોલી, વલસાડ અને દાહોદ બેઠક ઉપર પણ આપ લોકસભા ચૂંટણીમાં દાવેદારી કરશે. તેમજ છોટાઉદેપુર અને જુનાગઢ બેઠકની પણ માંગણી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટી રાજકારણમાં મોટા મોટા ધડાકા કરી રહી છે. ગઈકાલે જ કોંગ્રેસ અને આપના ગઠબંધનથી જાહેરાત કરવામા આવી હતી. અરવિંદ કેજરીવાલ એ લીલીઝંડી આપતા ચેતર વસાવાએ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે અનેકવાર મતભેદો સર્જયા છે. ચેતર વસાવાએ અગાઉ જાહેરમાં ડિબેટ માટે મનસુખ વસાવાને પડકાર ફેંક્યો હતો. મનસુખ વસાવાએ પડકારનો સ્વીકાર કરતાં ડિબેટ કરવા આમંત્રણ આપ્યું હતું. મનસુખ વસાવાએ ટ્વીટ કરીને ચૈતર વસાવાને આમંત્રણ આપ્યું હતું. ચૈતર વસાવા લોકચહેરો ગણાય છે. ડેડિયાપાડાથી આમ આદમી પાર્ટીને ભવ્ય જીત અપાવનાર ધારાસભ્ય ચૈતર વસાવા જીત બાદ ચર્ચામાં આવ્યા હતા.આમ આદમી પાર્ટીએ જે પાંચ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો, તેમાં ડેડિયાપાડા બેઠક સામેલ છે. જેમાં ચૈતર વસાવા ધારાસભ્ય બન્યા હતા. નર્મદા જિલ્લાના એક નાનકડા ગામના એક યુવાને ડેડીયાપાડા વિધાનસભા સીટ પર ઇતિહાસ રચી નાંખ્યો હતી. ગરીબ ઘરના ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ મળી અને તેઓએ વિધાનસભાની ચૂંટણી માં લોકચાહના એવી મેળવી કે ઇતિહાસ રચી નાંખ્યો. એક સામાન્ય નવયુવાન ચૈતર વસાવા એક લાખ મતો મેળવી ભાજપ કોંગ્રેસ અને અન્ય ઉમેદવારો કરતા 34 હજાર લીડથી નવો રેકોર્ડ નામે કર્યો હતો. નર્મદા જિલ્લાના ઇતિહાસમાં 1 લાખ મતો આજદિન સુધી કોઈને નથી મળ્યા. ચૈતર વસાવા વિસ્તરણ અધિકારી તરીકેની નોકરી કરતા હતા અને કચેરીમાં લોકો આવે તેમના કામ ના થાય, યોજનાઓનો લાભ ના મળે એ માટે લોકોની સેવા કરતા. ચૈતર વસાવા ડેડીયાપાડાના બોગજ ગામનો એક સામાન્ય યુવાન ધારાસભ્ય બનતા લોકોએ વધાવી લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com