ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજાનો સામે વિવાદ ઉઠ્યો છે. એક પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજા મેહુલ રૂપાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાયકાત વગર વિવિધ પદ પર રહ્યાં. મેહુલ રૂપાણીના હોદ્દાને લઇને વિવાદ ઉઠ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અધ્યાપકના પૂરવા માંગવામાં આવતા મેહુલ રૂપાણી પૂરાવા રજૂ કરવા અસક્ષમ રહ્યાં. પૂરાવા રજૂ ન કરતા તેઓનું નામ મતદાર યાદીમાંથી બહાર કઢાયું છે. જો કે અધ્યાપક ન હોવા છતાં મેહુલ રૂપાણીએ સેનેટ સભ્ય, સિન્ડિકેટ સભ્ય અને ડીનનો હોદ્દો કઇ રીતે ભોગવ્યો તે મોટો સવાલ છે. તો બીજી તરફ, મેહુલ રૂપાણીએ આ આક્ષેપોને ફગાવ્યા છે. આ વખતે સેનેટની ચૂંટણીમાંથી દૂર રહેવાનું હોવાથી તેઓએ મતદાર યાદી માટે પુરાવા રજૂ કર્યા નથી. યુનિવર્સિટીના નિયમોને આધારે જ તેમની ભરતી પ્રક્રિયા થઇ હોવાનો તેમનો દાવો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી વિવાદના ધેરામાં આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રીના ભત્રીજો મેહુલ રૂપાણીનો ભાંડો ફૂટ્યો છે. મેહુલ રૂપાણી લાયકાત વગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 વર્ષ ડીન અને સિન્ડિકેટ સભ્ય રહ્યાંની ચોંકાવનારી હકીકત સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મતદાર યાદીમાંથી નામ કમી થતા સમગ્ર મામલો પ્રકાશમાં સામે આવ્યો છે. મેહુલ રૂપાણી અધ્યાપક તરીકે કોઈ જ લાયકાત ધરાવતા નથી તેવા આરોપ ઉઠ્યો છે. 31 ડિસેમ્બર, 2022 સુધી અધ્યાપક પગાર સ્લીપ અને ફોર્મ 16 જમા કરવા આવતા મેહુલ રૂપાણીનો ભાંડો ફૂટ્યો છે. વગર પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 3 વર્ષ ડીન, 5 સેનેટ સભ્ય અને 5 વર્ષ સિન્ડિકેટ સભ્ય રહ્યા ડીનની ચૂંટણી પણ લડ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક મહત્વની જગ્યા કામગીરી કરી હોવાનું પણ સામે આવ્યું છે. મેહુલ રૂપાણી અધ્યાપક ન હોવા છતાં પણ ડીન તરીકે કાર્યો કરતા રહ્યા. મેહુલ રૂપાણી પાસે કોઈ લાયકાત ન હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. તેઓ લાયકાત વગર 3 વર્ષ ડીન, 5 વર્ષ સેનેટ સભ્ય રહ્યા. 5 વર્ષ સિન્ડિકેટ સભ્ય પણ રહ્યા અને ડીનની ચૂંટણી લડી. યુનિવર્સિટીમાં અનેક મહત્વની જગ્યાએ કામગીરી કરી. ત્યારે યુનિવર્સિટીએ મેહુલ રૂપાણી પાસે અધ્યાપકના પુરાવા માંગ્યા હતા. ત્યારે મેહુલ રૂપાણી કોઈ પુરુવા રજૂ ન કરી શક્યા. પુરાવા રજૂ ન કરતા મતદાર યાદીમાંથી નામ કાઢી નખાયું છે. અધ્યાપક ન હોવા છતાં કઈ રીતે હોદ્દા ભોગવ્યા તેને લઈ સવાલ છે. પોતાના પર લાગેલા આક્ષેપોને મેહુલ રૂપાણીએ ફગાવ્યા છે. મેહુલ રૂપાણીએ કહ્યું કે, સેનેટની ચૂંટણીમાંથી દૂર રહેવાનું હોવાથી ન રજૂ કર્યા પુરાવા. નિયમોને આધારે જ ભરતી પ્રક્રિયા થઈ હોવાનો દાવો તેણે કર્યો. આ મુદ્દે કોંગ્રેસ નેતા નિદત બારોટે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈ પણ અધ્યાપકની નિમણુંક કરતા પહેલા ઈન્ટરવ્યુ લેવામાં આવતા હોય છે. પગાર લેતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય. થોડા સમય પહેલા કેટલાક લોકો અવસાન પામ્યા હોય છતાં નામ બોલતું હોવાનું સામે આવ્યું હતું. તે સમયે જ મેં પોતે 16Aનું ફોર્મ લેવા માટે રજૂઆતો કરી હતી. મેહુલ રૂપાણીએ 16A ફોર્મ રજૂ ન કરતા અધ્યાપક નથી તેવું સાબીત થઈ રહ્યું છે. સેનેટની ચૂંટણી માટે મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું છે. અધ્યાપક તરીકે લાયકાત છે કે નહીં તે અંગે યુનિવર્સિટીએ જાહેર કરવું જોઈએ. આ વિવાદ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીની પત્રકાર પરિષદ સંબોધી હતી. પૂર્વ સિન્ડિકેટ સભ્ય મેહુલ રૂપાણીનું મતદાર યાદીમાંથી નામ કમીને લઈને તેઓએ જણાવ્યું કે, મતદાર યાદી મામલે કાયમી અધ્યાપકો માટે 16A ફોર્મ ફરજીયાત કરવામાં આવ્યું હતું. સરકારી પગાર લેતા હોય તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય છે. મેહુલ રૂપાણીએ 16A ફોર્મ રજૂ ન કરતા મતદાર યાદીમાંથી નામ કમી થયું છે. મેહુલ રૂપાણીનું નામ આગાઉ મતદાર યાદીમાં હતું. મેહુલ રૂપાણીએ ચાલુ વર્ષે ચકાસણી દરમિયાન 16A ન આપતા ચાલુ વર્ષની મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યું છે.