રીવરફ્રન્ટ ખાતે બનાવવામા આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનો કોન્ટ્રાક્ટ અદાણીની કંપની ને આપવા માટે ૪ વર્ષ સુધી સ્પોર્ટસ કોમ્પલેક્ષ બંધ રાખવામા આવ્યુ. અને હવે ૪ વર્ષ બંધ રાખ્યા બાદ આ કોમ્પલેક્ષનો કોન્ટ્રાક્ટ અદાણીની કંપની ને આપવાનુ આયોજન કરવામા આવ્યુ
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિ કોર્પોરેશનની રીકીએશન કમિટી દ્વારા અમદાવાદ શહે૨ મા વિવિધ સ્થળે બનાવવા મા આવેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ પાછળ નો હેતુ અમદાવાદ શહેરના યુવા ખેલાડીઓ ને રમત ગમત ની સુવિધા આપવા કરતા પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો ને ફાયદો કરાવવાનો હોય તેવુ સ્પષ્ટપણે દેખાઇ આવે છે.અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા હાલ મા નવીન બનેલ મણીનગર સ્પોર્ટસ સંકુલ પોતાની રીતે ચલાવવાને બદલે પોતાના માનીતા કોન્ટ્રાક્ટર ૭ સ્ટાર સ્પોર્ટસ ને દસ વર્ષ માટે પી.પી.પી ધોરણે ચલાવવા માટે નજીવી રકમ લઇ પધરાવી દેવામા આવ્યુ છે. અગાઉ રીવરફ્રન્ટ ખાતે બનાવવા મા આવેલ સ્પોર્ટસ કોમ્પલેક્ષ નો કોન્ટ્રાક્ટ અદાણી ની કંપની ને આપવા માટે ૪ વર્ષ સુધી સ્પોર્ટસ કોમ્પલેક્ષ બંધ રાખવામા આવ્યુ. અને હવે ૪ વર્ષ બંધ રાખ્યા બાદ આ કોમ્પલેક્ષ નો કોન્ટ્રાક્ટ અદાણી ની કંપની ને આપવાનુ આયોજન કરવામા આવ્યુ છે. આજ રીતે શહે૨ મા બનાવવા મા આવેલા ટેનીસ કોર્ટ બંધ અવસ્થામા જોવા મળી રહયા છે.
અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન દ્વારા ૭ સ્ટાર સ્પોર્ટસ ને ૧૦ વર્ષ માટે પી.પી.પી. ધોરણે ચલાવવા માટે આપી દેવામા આવ્યુ તે પાછળ અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન નો હેતુ સાફ દેખાઇ આવે છે કારણ કે કોઇ પણ કોન્ટ્રાક્ટ વધુ મા વધુ ૩ વર્ષ માટે આપી સકાય અને જો કોન્ટ્રાક્ટર ની કામગીરી યોગ્ય જણાય તો ત્યારબાદ મુદ્દત વધારી શકાય. આ પ્રક્રિયા યોગ્ય કહેવાય પરંતુ અહી અમદાવાદ મ્યુનિ કોર્પોરેશન નો હેતુ યુવાનો ને સ્પોર્ટસ સુવિધા આપવાનો નહી પરંતુ કોન્ટ્રક્ટરો ના લાભ નો હોઇ આ રીતે ૧૦ વર્ષ ના લાંબા સમયગાળા માટે પોતાના માનીતા કોન્ટ્રાકટ૨ ને પધરાવી દેવામા આવ્યુ છે આ કોન્ટ્રાક્ટર નો કોન્ટ્રાક્ટ ૧૦ વર્ષ નો નહી પરંતુ ૩ વર્ષ નો કરવામા આવે અન્યથા આ પ્રક્રિયા નો કોંગ્રેસ પક્ષ દ્વારા વિરોધ કરવામા આવે છે