પ્રાંતિજ ના હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે રવિવારે તા.૬/૮/૨૦૩ ના રોજ વ્હોરવાડ ખાતે આવેલ સંસ્કાર બાલવાડીમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખોના નિષ્ણાત ડો.જાનકીબેન પટેલ તથા ઑપ્ટોમેટ્રિસ્ટ પ્રિયંકાબેન તેમજ તેમની ટીમ દ્વારા હાલ ચાલી રહેલા આંખોના ઈન્ફેક્શન (કન્જક્ટિવાઈટિસ) વાયરસ તેમજ આંખના નંબર તથા મોતિયાના દર્દીઓને તપાસી નિદાન કરવામાં આવ્યું હતું જેમાં ડો.જાનકીબેન પટેલ અને તેમના સહકર્મચારી ગ્રુપની કામગીરીને સ્થાનિક લોકોએ પ્રશંના કરી હતી. આ કેમ્પમાં લગભગ ૨૨૨ જેટલા દર્દીઓની આંખોની તપાસી કરવામાં હતી.
સૌથી વધુ કન્જક્ટિવાઈટિસ વાયરસના દર્દીઓએ નિદાન કરાવી જરૂરી આઈ ડ્રોપ ગ્રુપ મારફતે મફત આપવામાં આવ્યા હતા, મોતિયાના લગભગ ૧૨ દર્દીઓ તપાસ દરમિયાન જણાય આવતા તેમને ફ્રીમાં ઓપરેશન કરવામાં આવશે. આમ, આંખના નિષ્ણાત ડો.જાનકી પટેલ એ ગ્રુપ ને તેમજ દર્દીઓને જણાવેલ કે મોતિયાના ઓપરેશન માટે દર્દીઓને નિઃશુલ્ક પ્રાંતિજના કેમ્પ સ્થળ પરથી લઈ જવા તથા પરત મુકવામાં આવશે ની જાણકારી આપી હતી. હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજ ટીમના પ્રમુખ અબ્દુલરહીમ જી. વ્હોરા દ્વારા વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે ગ્રુપના સદસ્ય મોહસીન છાલોટીયા (પુર્વ સદસ્ય પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ નં.-૫), નિઝામ જાફુવાલા, તાહિર મારફતિયા, હાજી રફીક કાગદી, રમીઝ છાલોટીયા, તલ્હા કેલાવાલા, મો.યુસુફ વ્હોરા, જમીલ મલેક, સફીક લુહાર, ગની ઘડકણવાલા, ફરીદએહમદ પુરાલવાલા, ખાલીદ પાનવાલા, આરીફ દાણાવાલા, એહસાન ચાવડા દ્વારા ઉત્સાહભેર સંસ્થા ના જવાબદારો તરીકે સેવા આપી ખડે પગે ઉભા રહી ઉમદા સેવાકીય કામગીરી જવાબદારી પૂર્વ નિભાવી હતી.
આ કેમ્પથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ. આમ, આગામી સમયમાં પ્રજાના લક્ષી હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ વિવિધ કાર્યો કરશે તેવું ગ્રુપના પ્રમુખ અ.રહીમ વ્હોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ ગ્રુપના કાર્યોથી પ્રાંતિજ તથા આજુબાજુના ગામોમાં હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપ પ્રાંતિજ ની લોક ચાહના વધવા પામી છે તથા ગ્રુપના સભ્યો અને નગરજનોએ નિષ્ણાત ડો.જાનકીબેન પટેલ અને તેમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.