ઇસ્કોન ઓવરબ્રિજ પર બેફામ રીતે કાર ચલાવી 9 લોકોના ભોગ લેનાર અને જેલમાં બંધ આરોપી તથ્ય પટેલેના પિતા પ્રજ્ઞેશ પટેલની ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજીને લઇ સુનાવણી હાથ ધરાઈ હતી. જે પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલે કરેલી જામની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં કરી હતી. જેમાં સરકારી વકીલે દલીલ કરી હતી કે, જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે તેમજ પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓની વાત કરતા સરકારી વકીલે કહ્યું હતું કે, વધુ ગુનાઓ હોવાથી જામીન ન આપવા જોઇએ જ્યારે બચાવ પક્ષ વકીલે કહ્યું હતું કે, પુત્રને બચાવવા માટે પિતાએ પોતાની ફરજ નિભાવી હતી.