અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફરી એક મહત્વપૂર્ણ અને બોજા દાયક નિર્ણય લીધો છે. શહેરમાં નવા બાંધકામોને લગતી ફીમાં વધારો ઝીંકયો છે. AMC દ્વારા નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ચણતર ફી, ટ્રી પ્લાન્ટેશન ડિપોઝીટમાં વધારો કરાયો છે તેમજ બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં પણ વધારો કરાયો છે.AMC દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે કે, BU પરમીશન વખતે પરકોલેટિંગ વેલ ડિપોઝીટ પેટે રુપિયા 75 હજાર ભરવા પડશે તેમજ પરકોલેટિંલ કાર્યરત છે કે નહીં ? તેની ચકાસણી બાદ રકમ પરત મળશે. ટ્રી પ્લાન્ટેશન ડીપોઝીટની રકમમાં અઢીથી ત્રણ ગણો વધારો કરાયો છે. ચણતર ફી, બિલ્ડીંગ રિમૂવલ મટીરીયલ ચાર્જમાં 3થી 4 ગણો વધારો કરવામાં આવ્યો છે. ચણતર ફીમાં પણ 2થી 3 ગણો વધારો ઝીંકાયો છે.
અત્રે જણાવીએ કે, ચણતર ફી પ્રતિ ચોરસ કિમી રહેણાક રૂપિયા 40 કરાઈ છે તેમજ બિન રહેણાંકમાં રૂપિયા 60 ફી કરવામાં આવી છે. બિલ્ડિંગ મટીરીયલ રીમુવલ ચાર્જ પ્રતિ ચોરસ કિમી રૂપિયા 20 કરાયો જે પહેલા રૂપિયા 10 હતો. પ્રતિ 200 ચોરસ મીટરના મકાનમાં 5 વૃક્ષો વાવવાનો નિયમ પણ કરાયો છે.