ખેડુત આંદોલનકારી અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ મારતાં રોષ

Spread the love

બનાસકાંઠાના દિયોદરના સાણદરથી ગાંધીનગર સુધી ખેડૂતોએ ન્યાય યાત્રા શરૂ કરી હતી. મળતી જાણકારી અનુસાર, સાત ઓગસ્ટે ધારાસભ્ય કેશાજી ચૌહાણની ઉપસ્થિતિમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી પણ પહોંચ્યા હતા. ખેડૂતોના પ્રશ્નો પર અગાઉ અનેક વખત આંદોલન કરનારા અમરાભાઈને ધારાસભ્યના સમર્થકે બે થપ્પડ માર્યા હતા. જેના કારણે ખેડૂતોમાં ભારે રોષનો માહોલ છે.
ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ સાથે ખેડૂતો યાત્રા યોજી રહ્યા છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાની આગેવાનીમાં પદયાત્રા યોજાશે. અમરાભાઇએ કહ્યુ હતું કે ખેડૂત આગેવાન તરીકે મેં અધિકારીને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ તેના મળતિયા મારફતે મારા પર હુમલો કરાવ્યો હતો. ગાંધીનગરમાં 18 ઓગષ્ટના લાખો ખેડૂતો એકઠા થશે. ધારાસભ્ય કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ કરવામાં આવશે. આ હુમલો મારા પર નહી પરંતુ દેશના ખેડૂતો પર કરવામાં આવ્યો છે.
ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ ધારાસભ્ય કેશાજી પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણના ઇશારે મારા પર હુમલો કરાયો હતો. હુમલો કરનાર કેશાજી ચૌહાણનો ભાણેજ છે. સ્વ. અટલજીના નામે સરકારી કાર્યક્રમમાં ખેડૂતોનું અપમાન કરાયું છે. વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ હોવાથી અમે આવ્યા હતા. અમારી પાસે સૂચનો માંગ્યા હોવાથી અમે બોલ્યા હતા. અમે પોલીસ ફરિયાદ પણ કરી છે. આ મામલે કલેકટરને રજૂઆત પણ કરી છે.
ગુજરાત કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. પત્રમાં વીંડફાર્મ કમ્પનીની દાદાગીરીઓ સામે આક્રોશ ઠાલવ્યો છે. સરકાર અને તંત્ર વિંડફાર્મ કંપનીઓની મદદ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. કાયદાકીય સ્થિતિ ચકાસ્યા વગર જ પોલીસ પ્રોટેક્શન અપાયાનો આક્ષેપ કર્યો છે. આંબલિયાએ પત્રમાં લખ્યું હતું કે જય કિસાન સાથ જણાવવાનું કે દ્વારકા જિલ્લામાં વિવિધ વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા અલગ અલગ સ્થળો પર પોતાના વીંડફાર્મ ઉભા કરવામાં આવી રહ્યા છે આ દરેક વીંડફાર્મ જે પાવર જનરેટ કરે છે તેને સરકાર દ્વારા સ્થાપિત 66 kv સબ સ્ટેશન સુધી લઈ જવા માટે વીજ વહન લાઈનો ઉભી કરી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા કંપનીઓને જમીન ફાળવવામાં આવે તેમની પાસેથી વીજ ખરીદી કરે, વીજ વહન કરે તેના અમે ખેડૂતો ક્યારેય વિરોધી હોઈ શકીએ નહિ પરંતુ છેલ્લા વર્ષોમાં જે પરિસ્થિતિ ઉભી થઇ છે તે ઘણી ચિંતા જનક છે. સરકારી તંત્ર અને પ્રશાસન જાણે ખાનગી વીજ કંપનીઓ માટે જ કામ કરી રહી હોય તેવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે. છેલ્લા વર્ષોમાં કંપનીઓ દ્વારા ખેડૂતોના ઉભા પાકમાં ભરેભરખમ મશીનો ચલાવવા હુકમ એક સર્વે નંબર નો અને અને અન્ય ખેડૂતોને પણ એ જ હુકમના આધારે ડરાવવા ધમકાવવા માટે પોલીસ નો પણ ખોટો ઉપયોગ આ ખાનગી વીજ કંપનીઓ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com