ગુજરાતનું કહેવાતું GJ-18ની મહાનગરપાલિકામાં હોદ્દેદારો, અધિકારીઓની ચેમ્બરો જુઓ તો મુખ્યમંત્રી, મંત્રીથી લઈને સચિવાલયના ક્લાસ વન અધિકારીની નહીં હોય તેવી ઝગમગાટ સાથે ઝગારા મારી રહી છે, ત્યારે દિલ્હીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી કરોડો નહીં અબજોની ગ્રાન્ટો ગુજરાત અને પાટનગરના વિકાસ માટે ચાર હાથે આપી રહ્યા છે, ત્યારે પહેલા દિલ્હીથી જે ગ્રાન્ટ આવતી તેમાં ખાચરો મોટો પડતો અને દિલ્હીથી ગુજરાત આવતા 100 ની નોટ 20 રૂપિયા થઈ જતી, ત્યારે આ બધા ભ્રષ્ટાચાર ના લીકેજને વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે બુચ મારીને m સીલ લગાવી દીધી છે, ત્યારે હવે ગુજરાતને પૂરેપૂરા રૂપિયા રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર પૂરેપૂરા નાણાં મનપાને ચૂકવે છે, ત્યારે હવે આ નાણાનો ઓફિસ, ચેમ્બરો થી લઈને બેફામ ખર્ચા ગાડીઓ માટે ખર્ચવામાં આવી રહ્યા છે ,ત્યારે તમામને હોદાઓ જોઈએ છે, પ્રજાના કામ થાય ત્યારે થાય , હોદ્દો આપો, હવે કમિટીઓ બનાવીને નવા ચેરમેનો, ઉપાધ્યક્ષ બનાવવા સરકારમાં મંજૂરી માટે મોકલી છે ,ત્યારે આની પાછળ લાખો નહીં કરોડોનો ખર્ચો થવાનો છે, તેમાં ચેમ્બર ,ગાડી ,પટાવાળા ,ડ્રાઇવર પીએ,પીએસ થી લઈ ને એક હોદ્દેદારનો મહિને 3 લાખથી વધારે ખર્ચ થાય તો નવાઈ નહીં, ત્યારે રાજ્ય સરકાર શું આ મંજૂરી આપશે ખરી ?
બોક્સ :-
સાત થી આઠ નગર સેવકોએ તો વાંધા શીખડાવીને તૈયાર કરી દીધા છે ,ત્યારે મુખ્યમંત્રી ને ત્યાં ગયેલી ફાઈલ પાસ થઈને આવે તેની રાહ જોવાઇ રહી છે, મુખ્યમંત્રી, મંત્રી ,ક્લાસ વન અધિકારીની સ્વર્ણીમ સંકુલ – સચિવાલય માં ચેમ્બરો નથી તેવી અધતન ચેમ્બરો થી સજ્જ, ધારાસભ્ય બનવા કરતાં મનપા ખાતે નગરસેવક બનીને કોઈ હોદ્દો હોદ્દેદારનો મળી જાય તો જલસા જલસા ,હવે તો નવી કમિટીમાં ગાડી, ડ્રાઇવર, પટાવાળા થી લઈને ચેમ્બર અને સ્ટાફ પણ ફાળવવામાં આવશે ,મજા કરો ભાઈ મજા દાદા એકવાર પધારો Gj- 18 મનપા ખાતે તમારી તથા મંત્રીની ચેમ્બરને ટક્કર મારે તેવી હોદ્દેદારો અધિકારીઓની ઓફિસો