કેન્દ્ર સરકારે 44 દવાઓ સસ્તી કરી

Spread the love

ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બુધવારે 115મી બેઠક મળી હતી. આ બેઠકમાં ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીએ 44 નવી દવાઓના ફોર્મ્યુલેશનની છૂટક કિંમતો નક્કી કરી છે. એક અહેવાલ મુજબ નિયમનકારે બલ્ક દવાઓ અને ફોર્મ્યુલેશનમાં ફેરફારની પણ સૂચના આપી બિન-શિડ્યુલ દવાઓ અને ફોર્મ્યુલેશનની કિંમતોનું નિરીક્ષણ કર્યું અને ડ્રગ્સ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડર (DPCO)ની જોગવાઈઓના અમલીકરણ પર નજર રાખી.
ડ્રગ પ્રાઇસ રેગ્યુલેટર નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીની બેઠકમાં મલ્ટીવિટામીન અને ડી3 સહિત સુગર, દુખાવા, તાવ, ઈન્ફેક્શન અને હૃદયરોગને લગતી દવાઓની મહત્તમ કિંમતો નક્કી કરવામાં આવી છે. Troika Pharmaceuticals’ 250mg/ml ‘Paracetamol Injection’ ને હાલમાં મુક્તિ આપવામાં આવી છે.
NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. આ સિવાય કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ GST વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે જ તેની ચૂકવણી કરી હશે. તમામ હિતધારકો, છૂટક વિક્રેતાઓ અને સ્ટોકિસ્ટોને 15 દિવસમાં ભાવમાં ફેરફાર વિશે જાણ કરવાની રહેશે.
મહત્વનું છે કે, જો કોઈ કંપની આમ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે GST એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. NPPAના આ પગલાથી IPCA લેબોરેટરીઝ, મેનકાઇન્ડ ફાર્મા, અલ્કેમ લેબોરેટરીઝ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, સિપ્લા, સનોફી અને એબોટ ઇન્ડિયા જેવી ફાર્મા કંપનીઓને અસર થવાની સંભાવના છે.
આ સાથે તણાવ, વાઈ, ડાયાબિટીસ અને હળવા માઈગ્રેનની સારવારમાં વપરાતી દવાઓ સસ્તી થશે. NPPA ઓર્ડર મુજબ માથાનો દુખાવો, હળવો માઇગ્રેન, મસ્ક્યુલોસ્કેલેટલ પેઇન અથવા પીડાદાયક માસિક સ્રાવની સારવારમાં ઉપયોગમાં લેવાતી Aceclofenac, Paracetamol, Serratiopeptidase ની ટેબ્લેટ દીઠ મહત્તમ કિંમત 8.38 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
આ સાથે ટાઇપ 2 ડાયાબિટીસના પુખ્ત દર્દીઓને આપવામાં આવતી દવા સિટાગ્લિપ્ટિન ફોસ્ફેટ અને મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ, મહત્તમ રૂ. 9 પ્રતિ ટેબ્લેટમાં ઉપલબ્ધ થશે. લેવેટીરાસીટમ, સોડિયમ ક્લોરાઇડ ઇન્ફ્યુઝન અને પેરોક્સેટીન નિયંત્રિત પ્રકાશન અને એપીલેપ્સી માટે વપરાતી ક્લોનાઝેપામ કેપ્સ્યુલ અનુક્રમે રૂ. 0.89 અને રૂ. 14.53ની મર્યાદામાં રહેશે.
નોંધનીય છે કે, હાલમાં આ દવાઓની કિંમત ઘણી વધારે છે. આ તમામ દવાઓની મહત્તમ છૂટક કિંમતમાં GST ચાર્જ અલગ-અલગ છે. આ તરફ હવે NPPAએ પોતાના આદેશમાં કહ્યું છે કે, કોઈપણ કંપની નિશ્ચિત કિંમત સિવાય માત્ર GST લઈ શકશે. જેથી કંપનીઓ ગ્રાહક પાસેથી ત્યારે જ વસૂલ કરી શકશે જ્યારે તેમણે પોતે GST ભર્યો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com