સરકારી દવાનો જથ્થો સગેવગે થતો હોવાની આશંકાએ ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી

Spread the love

રાજકોટમાં ગુજરાત મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન લિમિટેડમાં કૌભાંડની આશંકા સેવાઇ રહી છે. રાજકોટમાં GMSCLના ગોડાઉનમાં સરકારી દવાનો જથ્થો રાખવામાં આવે છે. જો કે ગોડાઉનમાં રખાયેલો દવાનો જથ્થો સગવગે કરાતો હોવાની આશંકા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરકારી હોસ્પિટલ માટે ખરીદાયેલી દવાનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવ્યો છે. દવા પરથી સ્ટિકર દૂર કરીને બારોબાર તેનું વેચાણ કરી દેવાયુ હોવાનું સામે આવ્યુ છે. કૌભાંડની આશંકાને પગલે ગાંધીનગરની ટીમ રાજકોટ પહોંચી છે. તપાસ અધિકારીઓએ ગોડાઉનની તમામ સિસ્ટમ બ્લોક કરી છે. તો GMSCLના ગોડાઉનની લોગીન સિસ્ટમ ફ્રિઝ કરી દેવામાં આવી છે. તો ગોડાઉનના મેનજર પ્રતિક રાણપરા સહિત તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. અધિકારીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે રાજકોટ અને મોરબીની સરકારી હોસ્પિટલમાં આ દવાનો જથ્થો જતો હતો. તો બીજી તરફ ગોડાઉનના મેનેજર પ્રતિક રાણપરાની બેગમાંથી દવા અંગેની રસીદ મળી છે. હેત્વિક હેલ્થકેરના નામની રસીદ મળતા કૌભાંડની આશંકા પ્રબળ બની છે. ગાંધીનગર આરોગ્યની ટીમે રસીદને લઈને તપાસ શરૂ કરી છે. આરોગ્યની ટીમ દ્વારા દવાના રજીસ્ટરની તપાસ કરવામાં આવી રહી છે. રોજ કેટલો જથ્થો આવતો અને ક્યાં જતો હતો તેની તપાસ પણ થઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com