કોર્ટમાં તમે ગુનેગારોને હાજર થતાં જોયા હશે, સાંભળ્યું હશે, પણ ચૌમૂ કોર્ટમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને સાંભળીને સૌ કોઈ ચોંકી જાય છે. રાજસ્થાનની રાજધાની જયપુરના ગ્રામિણ વિસ્તારમાં આવેલી ચૌમૂ કોર્ટમાં ખુદ ભેંસ કોર્ટમાં હાજર થવા આવી હતી. ઓળખાણ સાબિત કરવા માટે ભેંસને કોર્ટમાં હાજર થવા માટે પિકઅપ વાહનમાં લઈને આવ્યા હતા.
જેની ઓળખાણ થઈ શકી નહોતી.હકીકતમાં જોઈએ તો, આજથી ૧૦ વર્ષ પહેલા ફરિયાદીની ભેંસ ચોરી થઈ ગઈ હતી. હવે ચોરી થયેલી ભેંસને વેરીફાઈ કરવા માટે કોર્ટમાં ખુદ ભેંસને હાજર થવું પડ્યું હતું. અહીંયા પરિવાદી પિકઅપ ગાડીમાં ભેંસને લઈને કોર્ટમાં આવ્યા હતા. જયાં કોર્ટના અધિકારીઓએ પિકઅપ ગાડી પાસે આવીને તેને વેરિફાઈ કરી હતી.
પરિવાદી ચરણ સિંહે જણાવ્યું કે, આજથી ૧૦ વર્ષ પહેલા હરમાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી મારી ભેંસ ચોરી થઈ ગઈ હતી. હાલમાં થોડા દિવસ પહેલા ભરતપુર પોલીસે ભરતપુર વિસ્તારમાંથી એક ભેંસ જપ્ત કરી હતી. જેને મને સૂચના મળી. જેના પર ચરણ સિંહ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાંથી પિકઅપ વાહનમાં ભેંસને બેસાડીને કોર્ટમાં ઓળખાણ સાબિત કરવા માટે લઈ આવ્યા હતા.