મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહેલુસ વિભાગમાં રહેલ પેન્ડિંગ ફાઈલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારે છેલ્લા 1 મહિનામાં 10 હજારથી વધુ પેન્ડિંગ ફાઈલનો નિકાલ કરાયો છે. જીલ્લા કલેક્ટર કક્ષાએ ઘણા સમયથી અનેક ફાઈલો પેન્ડિંગ હતી. જેમાં જમીન હેતુફેર, નવી શરત-જૂની શરત, પ્રીમીયમ ભરવાનાં કેસની પેન્ડિંગ ફાઈલોનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવાનો આદેશ કરાયો છે. જીલ્લા કક્ષાએ ફાઈલોનો નિયત સમયમાં નિકાલ કરવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો.થોડા સમય અગાઉ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં મહેસુલ ખાતામાં વધુ એક સેવા ઓનલાઈન કરવામાં આવી છે. હયાતીમાં હક્ક દાખલ ફેરફારની નોંધની અરજી હવેથી ઓનલાઈન જ કરી શકાશે. આ નિર્ણય ના કારણે હવે વહીવટી પ્રક્રિયાને સરળ અને ઝડપથી નોંધ થઈ શકે તે માટે ઓનલાઈન વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે મહેસૂલ વિભાગ દ્વારા આ અંગે વિસ્તૃત વિગતો સાથે એક પરીપત્ર જાહેર કર્યો છે.જેને લઈને હવે અરજદારોને હવે મહત્વની ગણાતી આ અરજી માટે કચેરીના ધક્કા ખાવા બંધ થશે અને ઘેરબેઠા જ આ અરજી કરી શકાશે.
હક્કપત્રકને ફેરફાર રજીસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે જ્યારે મિલ્કત / જમીનમાં જે ફેરફાર થાય છે. ત્યારે આ પ્રક્રિયા અનુસરવાણી થતી હોય છે. જેમાં વેચાણ, તબદીલી, બક્ષીસ ગિરો વિગેરે પ્રસંગોએ હક્કપત્રકમાં ફેરફાર નોંધ પાડવામાં આવે છે તે રીતે જ્યારે ખાતેદાર / મિલ્કતધારકનું મૃત્યુ થાય ત્યારે પણ જે કાનુની જોગવાઈ કરાઈ છે તે પ્રમાણે ત્રણ મહિનાની અંદર ખાતેદારના મૃત્યુની જાણ મરણના દાખલા સાથે સબંધિત તલાટી / ઈ-ધરા મામલતદાર કચેરી કે સીટી સર્વે સુપ્રિટેન્ડન્ટને અરજી કરવી ફરજિયાત હોય છે. જો ત્રણ માસમાં આવી જાણ કરવામાં ન આવે તો દંડ પણ થતો હોય છે.