પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તલાટી અને ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર

Spread the love

51111jcfinalselectlist11aug23_1691766563 ( જુનિયર ક્લાર્કનું લિસ્ટ વાંચવા અહી ક્લિક કરો )

51211tcmfinalselectlist11aug23_1691766581 ( તલાટીનું લિસ્ટ વાંચવા અહી ક્લિક કરો )

ગુજરાતમાં તલાટી અને જુનિયર ક્લાર્ક પરીક્ષાનું સિલેક્શન લિસ્ટની રાહ જોઈને બેઠેલા ઉમેદવારોની આતુરતાનો અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના દ્વારા આ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્કનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
9 એપ્રિલે યોજાયેલી જુનિયર ક્લાર્ક અને 7 મેના રોજ યોજાયેલી તલાટી-કમ-મંત્રીનું પરિણામ 16 જૂને જાહેર કરાયું હતું. પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા એકસાથે પરિણામ જાહેર કર્યું હતું. આ સાથે જ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની એક યાદી પણ જાહેર કરવામાં આવી હતી. તલાટીની પરીક્ષા પૂરી થતાં જ પંચાયત સેવા પસંદગી મંડળના ઇન્ચાર્જ અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું હતું કે જૂન મહિનામાં તલાટી મંત્રીની પરીક્ષાનું રિઝલ્ટ આપવાની અમારી નેમ હતી, જે તેમણે આજે સાચી સાબિત કરી હતી.
તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોવાનું પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કર્યું હતું.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ યોજાયેલી ગ્રામપંચાયત સેક્રેટરી (તલાટી-કમ-મંત્રી)ની સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોનું પ્રોવિઝનલ રિઝલ્ટ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in ઉપર મૂકવામાં આવ્યું હતું, ઉમેદવારો પોતાના માર્ક્સ જોઈને પ્રિન્ટ કરી શકશે, સાથોસાથ પ્રમાણપત્ર ચકાસણી હેતુ માટેનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પણ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જેમાં સમાવિષ્ટ ઉમેદવારોનાં પ્રમાણપત્રોની ચકાસણીની પ્રક્રિયા સૂચના/જાહેરાત હવે પછી મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ થશે. આ માટેની ચોક્કસ તારીખ-સમયગાળો અને એ માટેની વિસ્તૃત સૂચનાઓ હવે પછી મંડળની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 એપ્રિલે રાજ્યનાં 3 હજાર કેન્દ્ર પર 9.53 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષાર્થી નોંધાયા હતા. બપોરે 12.30 કલાકથી શરૂ થયેલી પરીક્ષા 1.30 વાગ્યા સુધી એક કલાક પરીક્ષા ચાલી હતી. પંચાયતના જુનિયર ક્લાર્કના પરીક્ષા યોજાઈ હતી, પરંતુ પરીક્ષાનું પેપર લાંબું લાગ્યું હતું અને સમય ટૂંકો પડ્યો હતો. અમદાવાદમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા દરમિયાન IG કક્ષાના અધિકારી દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. પરીક્ષા આપીને પરીક્ષાર્થીઓ પોતાના ઘર ભણી રવાના થયા હતા, જેના પગલે રાજ્યભરમાં ફાળવેલાં સેન્ટરો પરનાં બસ સ્ટેન્ડ પર મોટી ભીડ ઊમટી હતી.
પરીક્ષા બાદ ઉમેદવારો ખુશ હતા. ઉમેદવારોને ચોરીની તક ન મળે એ માટે પ્રશ્નપત્ર લાંબું રાખ્યું હતું. શાંતિપૂર્વક પરીક્ષાની પૂર્ણાહુતિ થઈ. અંદાજે 75 હજાર કર્મચારી આ પરીક્ષાની કામગીરીમાં જોડાયા હતા, ત્યારે આ પરીક્ષા શાંતિપૂર્વક પૂર્ણ થઈ.
7મી મેના રોજ તલાટી કમ મંત્રીની પરીક્ષા બપોરે 12.30થી 1.30 વાગ્યા સુધીમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. રાજ્યનાં 2697 પરીક્ષા કેન્દ્રમાં 28,814 વર્ગખંડમાં પરીક્ષા યોજાઈ હતી. ઉમેદવારોની અંગજડતી કરીને કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. ઉમેદવારોએ બહાર નીકળતા જણાવ્યું હતું કે, પેપર થોડું લાંબું હતું, સમય ઘટ્યો પણ પેપર સારું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com