અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે ; ગાંધીનગર લોકસભામાં વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી સભાને સંબોધશે

Spread the love

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તે પ્રથમ દિવસે કચ્છના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બીજા દિવસે ગાંધીનગર લોકસભામાં વિવિધ પ્રોજેકટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરી સભાને સંબોધશે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ અને માણસા નગરપાલિકા વિસ્તારમાં જનસુખાકારીના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે તા. ૧૩મી ઓગસ્ટના રોજ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે ગુડા વિસ્તારમાં ૮૫ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. જેમાં વાવોલ ગામની ટીપી સ્કીમ – ૧૩ના પ્લોટ નંબર ૩૧૯ અને ૩૦૯ ખાતે પ્રઘાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા EWS – 2 પ્રકારના અદ્યતન સુવિધાવાળા રૂપિયા ૬૮ કરોડથી વઘુના ખર્ચે તૈયાર થયેલા ૭૯૨ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ આવાસના દરેક બ્લોકમાં આધુનિક લીફટ તથા ફાયર લીફટની સુવિઘા આપવામાં આવી છે. આવાસના પરિસરમાં, કોક્રીટ રોડ, પાર્કિંગ, કંમ્પાઉન્ડ વોલ, સિક્યુરીટી કેબીન સાથેનો એન્ટ્રી ગેટ, સ્ટ્રીટલાઇટ, સોલર સિસ્ટમ, જનરેટર, બગીચા સાથેનો કોમન પ્લોટ, પાણીનો બોરવેલ સાથે અંડર ગ્રાઉન્ડ સમ્પ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ફાયર ફાઇટનીંગ સિસ્ટમ, કોમ્યુનિટી હોલ જેવી અનેકવિઘ સુવિઘાઓ અહીં પૂરી પાડવામાં આવી છે.
૮૦૦ જેટલા પરિવારનું ઘરના ઘરનું સ્વપ્ન ગાંધીનગર શહેરી વિસ્તારમાં માત્ર પ.૫૦ લાખમાં સાકાર થશે. એક આવાસની કુલ કિંમત ૮.૫૦ લાખ છે. જેમાંથી રૂપિયા ૩ લાખની સહાય સરકાર દ્વારા આ લાભાર્થીઓને આપવામાં આવી છે. આ સાથે વાવોલ વિસ્તારમાં પ્લોટ નંબર- ૩૧૫ અને ૩૨૯ ખાતે રૂપિયા ૨.૮૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા બે બાગ-બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે.
આત્મા ગામડાનો સુવિઘા શહેરની તેવા શ્રેષ્ઠ ભાવ સાથે ગ્રામ્ય કક્ષાએ સરકાર કરવાના ઉમદા આશયથી કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સરઢવ ગામ ખાતે રૂપિયા ૮૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા શશીકલા ઉદ્યાન અને રૂપિયા ૧ કરોડ ૨૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અન્ય અદ્યતન બગીચાનું પણ લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે મોટી આદરજ ગામ ખાતે રૂપિયા ૧૨ કરોડ ૩૪ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા ડ્રેનેજ નેટવર્ક, એસ.ટી.પી. તથા પંપીગ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com