કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશપ્રમુખ ભરતસિંહ સોલંકી હમણાજ 2 દિવસ પહેલા રાજ્યસભાની ચૂંટણી લડ્યા હતા, અને અનેક અધિકારીઓએ, નેતાઓ, કોંગ્રેસનાં ધારાસભ્યો અને તેમની સાથે રાજ્યસભાના ઉમેદવાર અને હાલ ચૂંટાયેલા શક્તિસિંહ ગોહિલ પણ સાથે જ રહ્યા હતા. ત્યારે પ્રેસ મીડિયા સાથે અને કોંગ્રેસનાં કાર્યકરોને પણ ભરતસિંહ મળ્યા હતા. જોવા જઈએ તો તેમણે માસ્ક પણ પહેરેલ હતું. પણ હવે પૂર્વ પ્રમુખને કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા અનેક નેતાઓ ક્વોરોન્ટાઇન હેઠળ જાય તેવી શક્યતા છે. હવે જે પૂર્વ પ્રમુખ ને મળેલા હોય અને શરીરમાં કાઇ હલચલ હોય તો રીપોર્ટ કરાવવો જરૂરી બને તો નવાઈ નહીં. હાલમાં જ રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી અને ભરતસિંહ ઘણા નેતાઓને મળ્યા હતા. રાજ્યસભાની ચૂંટણી વખતે શક્તિસિહ તો તેમની સાથે જ ચાલતા હતા. તેઓ આ દરમિયાન ઘણા નેતાઓ, સભ્યો અને પત્રકારોના સંપર્કમાં આવ્યા હતા. જોકે અન્ય કોઈને ઈન્ફેક્શન લાગે નહીં તે બાબતની ઘણી તકેદારીઓ ત્યાં હતી જ પરંતુ આ બાબતમાં ચાન્સ લેવાય તેમ ન હોવાથી હવે તમામે પોતાની જાતને જાતે જ સાચવવા અને લક્ષણ દેખાય તો તુરંત તબીબી સલાહ લેવી અનિવાર્ય બની ગઈ છે,