પોરબંદરમાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ અંગે વિવાદ ઉછ્યો છે. મસ્જિદના મૌલાનાની કથિત ઓડિય ક્લીપ અંગે વિવાદમાં ખોટો કેસ કરતા ત્રણ યુવકોએ દવા પીને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો. રાષ્ટ્રગીત અંગે મૌલાનાને પૂછવા જતા વિવાદ સર્જાયો છે. જેમાં 3 યુવકે વીડિયો બનાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઈમામમના કથિત ઉચ્ચારણના વિરોધ બાદ ફરિયાદ થઈ હતી. આપઘાતનો પ્રયાસ કરનારા યુવાનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મુસ્લિમ સમાજના કેટલાક લોકો તેમને બદનામ કરી તેઓના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી રહ્યા છે. દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર શકીલ યુનુસ કાદરી, સોહીલ ઇબ્રાહીમ પરમાર તથા ઇમ્તિયાઝ હારુન સીપાઇ હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં રાષ્ટ્રગાનમાં જય હો ન ગાવા અને રાષ્ટ્રધ્વજને સલામી નહિ આપવા અંગેનો ઓડિયો ફરતો થયો હતો. જેથી આ યુવકોએ પોલીસની હાજરીમાં મસ્જિદમાં જઈ ઈમામને આ અંગે પૂછ્યું હતું. અમે આ દેશના વતની છીએ તો રાષ્ટ્રગીત કેમ ના ગાવું, રાષ્ટ્રધ્વજને સલામી કેમ ના આપવી…જે બાદ તેમની સામે ખોટા કેસ કરવામાં આવ્યા… જો કે હવે નગીના મસ્જીદના ટ્રસ્ટી અને મુસ્લિમ સમાજના સુન્ની અંજુમને કહ્યું કે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. અવાર નવાર આ લોકો મસ્જિદમાં જઈને મૌલવીને બદનામ કરવાનું કહેતા હતા. તેઓએ રાષ્ટ્રગીત કે રાષ્ટ્રધ્વજ અંગે કોઈ ચર્ચા કરી જ નથી. સ્વતંત્રતા દિવસ આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોરબંદરમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજ મુદ્દે પોરબંદરની મસ્જીદના મૌલાના કથિત ઓડિયો મુદ્દે વિવાદ ઉભો થયો છે. આ મુદ્દે મુસ્લિમ યુવાનો દ્વારા મૌલાનાને પુછવા જવા મામલે યુવાનો પર ગુનો નોંધાયો છે. તો સામે પક્ષે યુવાનોએ પણ દવા ગટગટાવી છે. પોલીસે હાલ બંને પક્ષે ફરિયાદ લઇ કાર્યવાહી હાથ ધરી છે. પોરબંદરમાં મોબાઈલમા વિડીયો બનાવી ત્રણ મુસ્લિમ યુવાનો દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં યુવાનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સમાજના મુસ્લિમ સમાજના કેટલાક લોકો તેમને બદનામ કરી તેઓના વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી રહ્યા છે. દવા પીને આપઘાતનો પ્રયાસ કરનાર આ યુવાન શકીલ યુનુસ કાદરી, સોહીલ ઇબ્રાહીમ પરમાર તથા ઇમ્તિયાઝ હારુન સીપાઇ હાલ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમગ્ર વિવાદ મામલે આપઘાતનો પ્રયાસ કરનાર શકીલ અહેમદ કાદરીને પુછવામાં આવતા તેઓએ એવું જણાવ્યું હતું કે, પોરબંદરમાં થોડા દિવસોથી સોશિયલ મીડિયામાં રાષ્ટ્રગાનમા જય હો ન ગાવા તથા રાષ્ટ્રધ્વજને સલામી નહિ આપવા અંગેનો ઓડીયો ફરતો હતો. જેથી અમે આ મુદ્દે પોલીસની હાજરીમાં મસ્જીદ ખાતે જઈ ઇમામ પાસે જાણવાનો પ્રયાસ કર્યો હતો કે અમે આ દેશના વતની છે તો શા માટે રાષ્ટ્રગાન ન ગાવુ અને રાષ્ટ્રધ્વજને સલામી ન આપવી. આ અંગે તેઓને પુછવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી જતા રહ્યા હતા. જોકે ત્યારબાદ અમારા પર ખોટા કેસ કરી દેવામાં આવ્યા છે. તેઓ આક્ષેપ આ યુવાને કર્યો હતો અને તેઓએ આ મૌલવી સહિતનાઓ વિરુદ્ધ ગંભીર આક્ષેપ પણ કર્યા હતા અને ખોટી ફરિયાદો તેમના વિરુદ્ધ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું અને માંગ કરી હતી કે, પોલીસ દ્વારા આ મામલે ઓડિયો ક્લિપની સચોટ તપાસ કરી જરુરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. પોરબંદર નગીના મસ્જીદના હાફીઝ વાસીફ રઝાની કથિત ઓડિયો અંગે થયેલા સમગ્ર વિવાદ મુદ્દે મૌલવી દ્વારા તો કોઈ કથિત ઓડિયો અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી. પરંતુ નગીના મસ્જીદના ટ્રસ્ટી અને મુસ્લિમ સમાજના સુન્ની અંજુમને ઇસ્લામના વહીવટદાર અને દારુલ ઉલુમ ગૌષે આઝમના પ્રમુખ શબ્બીર હામદાણી સહિત આગેવાનોએ આ સમગ્ર વિવાદ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે,આ ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો છે અને અવાર નવાર આ લોકો મસ્જીદમાં જશુ મૌલવીની ઇન્સર્ટ કરીશું તેવી ધમકીઓ આપતા હતા. જેથી આ લોકો વિરુદ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે અને આ ફરિયાદને ડાયવર્ટ કરવા માટે તેઓએ દવા પીધી અને જનગણ મન અને રાષ્ટ્રધ્વજની વાત સામે લાવ્યા છે. પરંતુ આ મુદ્દે કોઈ ચર્ચા તેઓનો કરી જ નથી જેના અમારી પાસે પુરાવા છે તેઓએ ચર્ચા દરમિયાન આ મુદ્દે કોઈ ચર્ચા કરી નથી પરંતુ હવે આ મુદો લાવ્યા છે તેથી પોલીસ દ્વારા અંગે તપાસ થયા બાદ દુધનું દુધ અને પાણીનુ પાણી થઇ જશે. વિવાદિત મૌલવી સામે ફરિયાદ નોંધાઈ છે. રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ અંગે તેઓએ વિવાદિત ટીપ્પણી કરી હતી. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં મૌલવી સામે ફરિયાદ નોંધાઈ છે. બહાર-એ-શરિયત નામના વ્હોટસએપ ગ્રુપમાં મૌલવીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જય હો અને ભારત ભાગ્ય વિધાતા બોલવાની મૌલવીએ મનાઈ કરી હતી. રાષ્ટ્રધ્વજને સલામી ના આપવાની પણ મૌલવીએ વાત કરી હતી. રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજના અપમાન બદલ મૌલવી સામે ફરિયાદ થઈ છે. તેની સામે પ્રોવિન્સ ઓફ ઈન્સલટ ધ નેશનલ હોનર એક્ટ હેઠળ સહિતની કલમો મુજબ ગુનો નોંધાયો છે.