અખિલ ભારતીય ધોરણે કાર્ય કરતી સંસ્થા વિજ્ઞાન ભારતી નું ગુજરાતનું એકમ એટલે કે વિજ્ઞાન ગુર્જરી. વિજ્ઞાન ભારતી અને વિજ્ઞાન ગુર્જરી સ્વદેશી વિજ્ઞાન ચળવળ ના સંકલ્પ સાથે કાર્ય કરતી સંસ્થા છે. સ્વ નિર્ભર અને વિકસિત ભારતનું સ્વપ્ન લઇ પ્રાચીન અને અર્વાચીન વિજ્ઞાન નો સમન્વય સાધી વિજ્ઞાન ગુજરી કાર્ય કરે છે. આ માટે વિજ્ઞાન ગુર્જરી દ્વારા વર્ષ દરમિયાન અલગ-અલગ કાર્યક્રમ યોજવામાં આવે છે.
વિજ્ઞાન ગુર્જરી દ્વારા તારીખ 12/08/2023 ના રોજ આઇઆઇટી ગાંધીનગર ખાતે વિવિધ આયામોના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ પ્રસંગે આપણા માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગાંધીનગરના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, વિજ્ઞાન ભારતી ના રાષ્ટ્રીય સચિવ શ્રી પ્રવીણ રામદાસજી, વિજ્ઞાન ગુર્જરીના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ શ્રી ડો. ચૈતન્ય ભાઈ જોશી ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ ગુજરાતમાંથી 800 થી પણ વધુ સંશોધકો, શિક્ષકો , વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન ભારતી ના કાર્યકર્તા ની ટીમ દ્વારા ભાગ લેવામાં આવ્યો.
આ કાર્યક્રમ માં ભારતીય વિજ્ઞાન સંમેલન 2023, વિધ્યાર્થી વિજ્ઞાન મંથન, વિજ્ઞાન ગુર્જરી ઇનોવેશન ક્લબ ના લોકાર્પણ ઉપસ્થિત મહાનુભાવ દ્વારા કરવામાં આવ્યું તથા સ્ટુડન્ટ ઇનોવેશન ફેસ્ટ 2023 નું 10 ઓગસ્ટ 2023 ના રોજ આયોજન થયું હતું જેમાં વિજ્ઞાન ગુર્જરીની ગુજરાત પ્રાંતની ટીમ દ્વારા એક જ દિવસમાં 337 જેટલા એક્સપર્ટ વાર્તાલાપ 337 અલગ અલગ શાળા, કોલેજ અને યુનિવર્સિટીમાં કરવામાં આવ્યા. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 24 જિલ્લાના 34,848 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્ય બદલ વિજ્ઞાન ગુર્જરીએ વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા માં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો. તેનું સર્ટિફિકેટ માનીનીય મુખ્યમંત્રી ના વરદ હસ્તે આપવામાં આવ્યું. જે જિગ્નેશ બોરીસાગર, હિરેન રાજગુરુ, સ્વેતા શાહ ને આપવામાં આવ્યું.
આ ઉપરાંત વિજ્ઞાન ગુર્જરી દ્વારા શરૂ થનાર ઇનોવેશન ક્લબ જે સમગ્ર ગુજરાત ના વિધ્યાર્થી માં સંશોધનાક વૃતિ વધે તે હેતુસર સ્થાપના કરવામાં આવી છે. તેમજ 28 થી 30 ઓક્ટોબર દરમિયાન અખિલ ભારતીયસ્તર પર વિજ્ઞાન ભારતી દ્વારા યોજાનાર ભારતીય વિજ્ઞાન સંમેલન 2023 ના પોસ્ટરનું પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દરમિયાન વિજ્ઞાન ગુર્જરી ઇનોવેશન ક્લબની ટીમ અલ્પેશ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા અલગ અલગ મોડલ તેમજ ડેમો બતાવવામાં આવ્યા હતા.