પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે મોટા ભાગે ચર્ચામાં રહેનારા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદને લંડનમાં બરાબરનો મેથીપાક ચખાડવામાં આવ્યો હતો. તેમને લાતો-મુક્કાથી માર મારવામાં આવ્યો હતો. એટલું બાકી હોય તેમ ઈંડા પણ ફેંકવામાં આવ્યા હતાં. બુધવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે સંબંધ ધરાવતા પીપલ્સ યૂથ ઓર્ગેનાઈઝેશન યૂરોપના અધ્યક્ષ અને પાર્ટીની ગ્રેટર લંડન મહિલા શાખાની અધ્યક્ષે આ હુમલાની જવાબદારી સ્વિકારી હતી. પીપલ્સ યૂથ ઓર્ગેનાઈઝેશન યૂરોપના અધ્યક્ષ આસિફ અલી ખાન અને પાર્ટીની ગ્રેટર લંડન મહિલા શાખાની અધ્યક્ષ સમાહ નાઝી એક નિવેદન બહાર પાડીને આ હુમલાની જવાબદારી સ્વિકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો ઝરદારી વિરૂદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના વિરોધમાં તેમણે આ પગલુ ભર્યું છે. તેમણે રશિદ પર ઈંડા ફેંકવાને લઈને આ નિવેદન આપ્યું હતું.
બ્રિટન ગયેલા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમને લાતો અને મુક્કા વડે માર મારવામાં આવ્યો હતો. સાથે જ તેમના પર ઈંડા પણ ફેંકવામાં આવ્યા હતાં. રશીદ પર હુમલો ત્યારે થયો હતો જ્યારે તેઓ લંડનની એક હોટલમાં પુરસ્કાર સમારોહમાં ભાગ લઈને બહાર નિકળી રહ્યાં હતાં. રશીદ પર હુમલો કરનારાઓ નાસી છુટ્યા હતાં. આ હુમલાની જવાબદારી લેનારા પીપીપીના નેતાઓએ કહ્યું હ્ત્તું કે, રશીદે અમારો આભાર માનવો જોઈએ કે અમે તેમનો વિરોધ વ્યક્ત કરવા માટે બ્રિટનના ઈંડા ફેંકવાની સભ્ય રીતે જ અપનાવી. અવામી મુસ્લીમ લીગે કહ્યું હતું કે, આ ઘટનાનો કોઈ વીડિયો હાલ ઉપલબ્ધ નથી પરંતું બંને નેતાઓએ પોતેજ રશીદ પર હુમલાની વાત સ્વિકારી છે. પાર્ટી આ મામલે પોલીસ ફરિયાદ કરવા પર વિચારી રહી છે.