મિત્રો આખી દુનિયામાં આજે પણ ઘણા રિવાજ છે જેના વિષે સાંભળી આપણે દંગ રહી જઈએ છીએ. આજે અમે તમને એક એવા જ વિચિત્ર રિવાજો વિશે જણાવવા જય રહ્યા છીએ. તમારી જાણકારી ખાતર તમને જણાવી દઇએ કે ભારતના હિમાચલ પ્રદેશના કિન્નોર ક્ષેત્રની એક છોકરી ના લગ્ન પરિવારના બધા સગા ભાઇઓ સાથે જ કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અહીંયા રહેવાવાળા લોકો આ પ્રથાને પાંડવોના અજ્ઞાતવાસ સાથે જોડે છે. આજે પણ બહુ પતિ વિવાહ કરવામાં આવે છે. આ રિવાજને લઇ ને અહીંયા વિવાહયોગ્ય છોકરીના લગ્ન એક જ પરિવારના તમામ સગા ભાઈઓ સાથે કરવામાં આવે છે અને તે પરિવાર સાથે એક જ ઘરમાં રહે છે. અહીંયા લગ્ન બાદ ની પરંપરા એક ટોપી ઉપર આધારિત છે. જો કોઈ પરિવારમાં પાંચ ભાઈ છે અને તેના લગ્ન એક જ યુવતી સાથે થયા છે, તે સમયે જો કોઈ ભાઈ પોતાની પત્ની સાથે છે તો તે રૂમના દરવાજા બહાર પોતાની ટોપી રાખી દે છે. જ્યાં સુધી ટોપી દરવાજા ઉપર જોવા મળે છે ત્યાં સુધી કોઈ બીજો ભાઈ એ જગ્યાએ જતો નથી.