ઇન્દ્રોડાપાર્કમાં સુત્રા અને ગ્રીવા સિંહની જાેડી ગાંધીનગરનું ગૌરવ માનવામાં આવતી હતી. હવે આ જાેડી વિખૂટી પડી છે. ઇન્દ્રોડાપાર્કમાં સુત્રા નામના સિંહનું મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. અહીં સિંહ સહિતના પ્રાણીઓ જાેવા માટે મોટી સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. સુત્રા નામના આ સિંહને જૂનાગઢથી લાવવામાં આવ્યો હતો સુત્રા નામ પાડવા પાછળ પણ
એક કારણ છે.
આ સિંહ આ અંગે મળી વિગતો અનુસાર આજથી પાંચ વર્ષ પૂર્વે જૂનાગઢ જિલ્લામાંથી સિંહને ઇન્દ્રોડાપાર્ક ખાતે લાવવામાં આવ્યો હતો. આ સિંહ જૂનાગઢ રેન્જના સુત્રાપાડા ખાતેથી મળતા તેનું નામ સુત્રા રાખવામાં આવ્યું હતું. તે લાંબા સમયથી બીમાર હતો. વૃદ્ધા અવસ્થાના કારણે સુત્રા નામના સિંહનું મોત થયું થયું છે. જંગલના રાજા સિંહ અને સિંહણ પાટનગરના ગીર ફાઉન્ડેશન સંચાલીત ઇન્દ્રોડા પ્રકૃત્તી ઉધાનમાં રાજાશાહી ભોગવી રહ્યા હતા ત્યારે આ જાેડી વિખૂટી પડી ગઇ છે.આ સુત્રા નામનો ૧૫ વર્ષનો સિંહ દરરોજ આઠ કિલો માંસ ખાતો હતો. તો ગ્રીવા નામની સિંહણને રોજ પાંચ થી છ કિલો જેટલું માંસ આપવામાં આવે છે. જાે કે ઝુ ઓથોરીટીના નિયમ પ્રમાણે પાર્કમાં સિંહ જાેડીને સોમવારે ખોરાક આપવામાં આવતો હોતો નથી. સિંહ – સિંહણને કોઇ રોગ – બિમારી ન થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે. જાેકે આ સિંહ ઉમરના કારણે બીમાર પડ્યો હતો.