હાલમાં જામનગરમાં જે ઘટના બની એને લઈ આખા દેશમાં રવિન્દ્ર જાડેજાના પત્ની અને ધારાસભ્ય રિવાબા જાડેજાના ગુસ્સાની ચર્ચા કરવામાં આવી રહી છે. ત્યારે અઢી મહિના પહેલાની જ વાત છે કે આ જ રિવાબાના સંસ્કારની વાત કરીને દેશના દરેક લોકોની છાતી ગજગજ ફૂલી ગઈ હતી. આઈપીએલ ફાઈનલમાં ચેન્નાઈની જીત બાદ રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાએ તેમના પગ સ્પર્શયા હતા.
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા હતા. IPL 2023ની ફાઇનલમાં ચેન્નાઇ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવ્યું હતું.
આ સાથે ધોનીની કપ્તાનીવાળી ટીમે પાંચમી વખત IPLની ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ મેચમાં ગુજરાતે પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા, પરંતુ વરસાદના કારણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને ચેન્નાઈએ પાંચ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. રવિન્દ્ર જાડેજાએ છેલ્લા બે બોલમાં 10 રન ફટકારીને પોતાની ટીમને જીત અપાવી હતી.
ચેન્નાઈને પાંચમી વખત ચેમ્પિયન બનાવ્યા બાદ જ્યારે જાડેજા તેની પત્નીને મળ્યો ત્યારે તેણે પહેલા જાડેજાના પગને સ્પર્શ કર્યા અને પછી તેને ગળે લગાડ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને ચાહકો જાડેજાની પત્નીના જોરદાર વખાણ કરી રહ્યા હતા. જાડેજાની પત્ની રીવાબા જામનગર ઉત્તર બેઠકના ભાજપના ધારાસભ્ય છે, પરંતુ જ્યારે તેઓ તેમના પતિને મળવા મેદાનમાં પહોંચ્યા ત્યારે તેમણે ભારતીય મૂલ્યોનો પરિચય કરાવ્યો હતો.
રીવાબા સાડી પહેરીને મેદાન પર પહોંચ્યા હતા અને તેણે માથે પણ ઓઢ્યું હતું. આ પછી તેણે જાડેજાના પગને સ્પર્શ કર્યો અને જાડેજાએ તેને ગળે લગાડી લીધા હતા. ચાહકોએ કહ્યું હતું કે ભારતીય પરંપરા મુજબ રીવાબાએ તેના મૂલ્યો બતાવ્યા છે અને અન્ય લોકોએ પણ તેની પાસેથી શીખવું જોઈએ.
ફાઈનલમાં ચેન્નાઈ માટે રવિન્દ્ર જાડેજાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે શુભમન ગિલને આઉટ કરીને ચેન્નાઈની ટીમને પ્રથમ સફળતા અપાવી અને તેની વિકેટના કારણે ચેન્નાઈની ટીમ મેચમાં વાપસી કરી હતી. આ સાથે જ તેણે બેટ વડે મેચના છેલ્લા બે બોલમાં એક સિક્સ અને એક ફોર ફટકારીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. તે એકમાત્ર એવો ખેલાડી છે જેણે IPLમાં 150 થી વધુ વિકેટ લીધી હોય અને 2000 થી વધુ રન બનાવ્યા હોય.