અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ
જો પ્રજાહિતમાં જ આયોજન કરવું હોય તો ફરિયાદો આવે તો તરત તેનો ઉકેલ લાવવા બાબતે વહીવટીતંત્રને ફરજ પાડવામાં આવે તેની સ્પષ્ટ ગાઇડલાઇન નક્કી કરવા અને નકકી કરેલ ગાઇડલાઇન મુજબ તેનો અમલ થાય તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવવા કોંગ્રેસની માંગણી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરના પ્રવેશ દ્વાર સમાન નારોલ થી હાઇફાઇ સર્કલ તરફ જતો રોડ બિસ્માર હાલતમાં હોવાના કારણે મોટા ખાડાઓ પડી જવા પામેલ હતાં અને તેમાં પાણી પણ ભરાઇ જતાં તે રોડ કાદવ કીચડ વાળો ગંદકીમય બનેલ હતો સત્તાધારી ભાજપના શાસકો મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી, ડે.મ્યુ. કમિશ્નર તથા વિવિધ ડીર્પા.ના તમામ અધિકારીઓ વિ. સાથે તા.૨૫-૦૭-૨૩ના રોજ રાઉન્ડ લઇને સદર રોડની હાલત બાબતે જાતમાહીતી મેળવીને સંલગ્ન અધિકારીઓને આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવા બાબતે જણાવીને પ્રજાને સમસ્યાના ઉકેલ બાબતે હૈયાધારણ આપેલ હતી પરંતુ એ વાતને લાંબો સમય વીતી જવા છતાં વાસ્તવિકતા યથાવત રહેતાં સદર રોડ પરના ખાડાઓમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે કાદવ કીચડ તથા ગંદકીમય છે આજ રોજ સદર રોડ પર સ્કુલ રીક્ષા ખાડા હોવાને કારણે ઉંધી પડી જવા પામેલ તેમાં બેઠેલા તમામ બાળકો કાદવ કીચડમાં પડીને ઇજાગ્રસ્ત પણ બનવા પામેલ છે આ કડવી વાસ્તવિકતા છે.સત્તાધારી ભાજપ દ્વારા અગાઉ આપેલા સૌનો વિકાસ, સારો વહીવટ, સ્વચ્છ અમદાવાદ, સ્વસ્થ અમદાવાદ જેવી ગુલબાંગો પોકળ પુરવાર થયેલ છે. થોડા દિવસ અગાઉ પ્રાથમિક સુવિધાઓ આપવા બાબતની સમસ્યાઓ અને ફરિયાદો વકરતી જાય છે. જેને લઇને સત્તાધારી ભાજપ દ્વારા પ્રાથમિક સુવિધાઓ આપવા બાબતની સમસ્યાઓ અને ફરિયાદોના નિકાલ માટે લોક દરબાર કરવાની ફરજ પડેલ હતી તેમ છતાં ચાર માસ અગાઉની સમસ્યાનો નિકાલ કેમ ના આવ્યો ? તેનો સત્તાધારી ભાજપ પાસે કોઇ જવાબ નથી જેથી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાના સપના બનાવટી પુરવાર થયા છે નાગરિકોને સગવડ આપવાને બદલે અગવડતામાં વધારો થતો જાય છે. અગાઉ પણ અમોએ જણાવેલ કે સત્તાધારી ભાજપના શાસકો લોક દરબાર થકી પ્રાથમિક સુવિધાઓ આપવા બાબતની સમસ્યાઓ અને ફરિયાદો ત્વરીત નિકાલ કરશે જે અસંભવ છે જેથી લોક દરબાર માત્રને માત્ર રાજકીય પ્રસિદ્ધિ મેળવવા બાબતે માત્ર પોકળ પ્રચાર તથા ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓ માટે ફોટોસેશન બની રહેવાનો છે. જે યર્થાથ પુરવાર થયેલ છે.સદર બિસ્માર રોડની ફરિયાદો સ્પષ્ટ દેખાયેલ છે તો તેનો ત્વરીત ઉકેલ સત્તાધારી ભાજપના શાસકો દ્વારા કેમ લાવવામાં આવતો નથી હવે લોક દરબાર જેવા તાયફાઓ થકી ત્વરીત ઉકેલ લાવશે જે ત્રિપલ એન્જીન ઘરાવતાં સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે સત્તાઘારી ભા.જ.પની અણઆવડતતાને કારણે “વિકાસ ફરી ગાંડો થયો છે” તેમજ વહીવટીતંત્ર પર સત્તાધારી પક્ષનો કોઇ કાબુ જ નથી અને સત્તાધારી ભાજપના શાસકોનું વહીવટી તંત્ર ગાંઠતુ જ નથી તેવું સ્પષ્ટ જણાઇ રહયું છે. જેનો ભોગ સામાન્ય પ્રજા બને છે જો પ્રજાહિતમાં જ આયોજન કરવું હોય તો ફરિયાદો આવે તો તરત તેનો ઉકેલ લાવવા બાબતે વહીવટીતંત્રને ફરજ પાડવામાં આવે તેની સ્પષ્ટ ગાઇડલાઇન નક્કી કરવા અને નકકી કરેલ ગાઇડલાઇન મુજબ તેનો અમલ થાય તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે.
શહેઝાદખાન એ વધુમાં જણાવ્યું હતું કેહાટકેશ્વર બ્રિજના કામમાં થયેલ ગેરરીતી ઉજાગર થવા પામેલ કોન્ક્રીટના સેમ્પલ પણ હલકી ગુણવત્તાવાળા પુરવાર થયાના એક સાલ વિલંબ પછી મ્યુ.કમિશ્રી દ્વારા સ્ટેન્ડિંગ કમિટીમાં કવોલીટી કંટ્રોલ કરવા બાબતે રૂા.૫૫.૫૦ લાખના ખર્ચે એક સોફટવેર બનાવવા માટેનું કામ લાવેલ છે. કન્સલટન્ટ, પી.એમ.સી તથા થર્ડ પાટી ઇન્સ્પેકશન કરનારી એજન્સીઓ પાછળ કરોડો રૂા.નો ખર્ચ કરવા છતાં ભષ્ટ્રાચાર, ગે૨૨ીતી રોકી શકાઇ નથી પરંતુ વધવા પામી છે. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે વહીવટીતંત્ર અને સત્તાધારી ભાજપ કબુલે છે કે વિકાસના વિવિધ કામોમાં કવોલીટી જળવાતી નથી જે મેનપાવર થી કવોલીટી ના જળવાઇ તે ડીજીટલ માધ્યમથી જળવાશે ? શું ડીજીટલ માધ્યમથી ગેરરીતી કે ભષ્ટ્રાચાર અટકશે ? હાટકેશ્વર બ્રિજના કામમાં કોકીંટના સેમ્પલ યોગ્ય હોવાનું જણાવેલ પણ પાછળથી તે જ સેમ્પલ પણ હલકી ગુણવત્તાવાળા પુરવાર થયા છે આ કેવી રીતે બનવા પામેલ હતાં.વિવિધ ટેસ્ટિંગ કરવા બાબતે સત્તાધારી ભાજપ દ્વારા અગાઇ પણ કવોલીટી કંટ્રોલ માટે મટીરીયલ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવવાનું બજેટમાં મંજુર કરેલ હતું તેનું પણ બાળમરણ થઇ જવા પામેલ છે. અને હવે ડીજીટલના નામે નવું લઇ આવ્યાં છે તે કોના લાભાર્થે લાવવામાં આવેલ છે ? રૂા.૫૬ લાખનો ખર્ચ કર્યા પછી વિકાસ કામોની કવોલીટી જળવાશે તેની ગેંરટી કોણ આપશે ? જો આ શક્ય ના હોય તો પ્રજાના પરસેવાના નાણાંનો દુરવ્ય ના થવો જોઇએ તેવી અમારી માંગણી છે.