Gj – 18 ભાજપના એક હોદ્દેદારે પોતાના પુત્રના જન્મદિનને Bmw કાર ભેટ આપી હતી (BMW એટલે બાપાનું માર્યુ વોલેટ) ત્યારે ભલે બાપા એ અગાઉ મહેનત મજૂરી કરીને કમાઈ હશે અને દીકરાને આપ્યું તે સારી વાત છે, પણ હમણાં ના અનેક કિસ્સાઓ એક્સિડન્ટના આવ્યા છે ,તે વાંચવા પણ જરૂરી હતા ,તથ્ય કેસ, કુડાસણ ખાતે મહિલા ગાડી ચલાવતી હતી ,તેમાં બાળકનું મોતથી લઈને રોજબરોજ આવા કિસ્સા જોતા શું આ રોડ ,રસ્તા BMW માટેના છે ,ખરા? વડવાઓએ મજૂરી કરીને ગાડા હાંકીને મરી ગયા, ત્યારે જે વડવાઓ એ મિલકત જાળવી છે ,તે આજની પેઢીએ જાળવી તે પણ સરાહનીય છે ,પણ મોંઘીદાટ ગાડી આપીને કંઈ થશે તો ❓
ભાજપના હોદ્દેદાર પોતે જોવા જઈએ તો ઉંમર લાગે નહીં ,બાપ બેટા સરખા લાગે , સેવા કરવામાં એક્કો આ પરિવાર છે ,દાનથી લઈને અનેક લોકોની સેવામાં આ પરિવાર હોય છે, બાપા એ ખુશીથી ભલે આપી BMW લઈ આપી પણ સ્પીડ વાળી ગાડી લીધી છે ,તો ચલાવવી તો પડે ને ,આ પ્રશ્ન વેધક છે, બાકી બાપા એ ભલે શાળામાં દફતર લઈને ચાલતા જતા, Ac નહોતું ખેત -મજૂરી કરી ,પણ સંતાન માટે જે કર્યું ,તે સંતાને યાદ રાખવા જેવું ? બાકી પપ્પા એ પપ્પા જ કહેવાય ,પપ્પાની તોલે કોઈ ના આવે, BMW કરતા હેલિકોપ્ટર કે પ્લેન લાવ્યા હોત તો વાંધો નહોતો ,ટ્રાફિક તો ના નડે ,ત્યારે બધાને BMW વાળા પપ્પા મળે તેવી શુભેચ્છા …બાકી પપ્પાએ આ ગામમાં હનો એવો આપ્યો કે બીજા દીકરાઓ પણ બાપાને કહે છે કે પેલા, ફલાણા ના પપ્પાએ BMW આપી, ત્યારે આ હનો…હવે લાંબો ચાલશે….ત્યારે હવે BMW થી મોંઘી કાર આપનારા પપ્પાઓના વારા આવશે ….. બાપા નું માર્યું વોલેટ –