મા અંબાના દર્શને આવેલા ભક્ત માટે GRD જવાન દેવદૂત બન્યો

Spread the love

આવા પોલીસ જવાનો દરેક જગ્યાએ હોવા જોઈએ..આ શબ્દો છે મહારાષ્ટ્રના પુનાથી ટૂર લઈને ગિરનાર આવેલા મેનેજરના. આજે સવારના સમયે ગિરનારમાં ઘટેલી એક ઘટના બાદ સમગ્ર જિલ્લો પોલીસના વખાણ કરતો હશે. ભવનાથમાં પ્રવાસે આવેલા એક વૃદ્ધને અચાનક હાર્ટ એટેક આવ્યો. પતિની હાલત જોઈ પત્ની આઘાતમાં આવી ગઈ હતી અને એટલામાં જ ફરજ પર હાજર એક GRD જવાન ત્યાં દોડી આવ્યો ને પત્નીને કિધુ- ‘બેન શું હું આમને સીપીઆર સારવાર આપી શકું?’ પત્નીએ હા પાડતા જ જવાને સારવાર શરૂ કરીને ગણતરીની મિનિટોમાં જ વૃદ્ધનું હૃદય ફરી ધડકવા લાગ્યું.. મા અંબાના દર્શને આવેલા ભક્ત માટે આ જવાન દેવદૂત બન્યો હતો. આ ઘટના બાદ વૃદ્ધના પરિવારે ભીની આંખે જવાનનો આભાર માન્યો સાથે જ એસપી, Dysp સહિતના અધિકારીઓ પણ જવાનની બહાદૂરીની પ્રશંસા કરી હતી.

આ બનાવની વિગતે વાત કરવામાં આવે તો જૂનાગઢના ભવનાથ ખાતે ફરજ બજાવતા GRD જવાન મનજીભાઈ મકવાણા ફરજમાં હાજર હતા, તે દરમિયાન મહારાષ્ટ્રના પુણે જિલ્લાના દિલીપભાઈ કોંઢે પોતાના પત્ની નિર્મલાબેન સાથે ભવનાથ ખાતે દર્શનાથે આવેલા હતા, ત્યારે સવારના 10:00 વાગ્યાના સમયે ગિરનાર પર્વત પર માં અંબાજીના દર્શન કરી પરત ફરતા હતા તે સમયે અચાનક જ દિલીપભાઈને હાર્ટ એટેક આવ્યો હતો જેથી તે નીચે ઢળી પડ્યા હતા.

આ ઘટના બનતા દિલીપભાઈના પત્ની નિર્મલાબેન એકદમ ગભરાઈ ગયા હતા અને આસપાસના લોકો પાસેથી મદદની પોકાર કરી હતી, ત્યારે રોપ-વેના ગેઈટ પાસે ફરજ બજાવતા GRD જવાન મનજીભાઈ હમીરભાઇ મકવાણાએ તાત્કાલિક દિલીપભાઈ પાસે ગયા હતા. તે દરમિયાન દિલીપભાઈ બેભાન હાલતમાં હતા અને તેની શ્વાસોશ્વાસની ક્રિયા ધીમી પડી હતી જેથી GRD જવાન મનજીભાઈ મકવાણાએ વૃદ્ધને CPR આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ થોડી જ વારમાં દિલીપભાઈ ભાનમાં આવ્યા હતા જેથી તેમને વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના પ્રવાસી દિલીપભાઈ કોંઢે અને તેમના પરિવારે ભવનાથ ખાતે ફરજ બજાવતા જી.આર.ડી જવાન મનજીભાઈ મકવાણાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, આજે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને આ જવાને સાબિત કરી બતાવ્યું છે અને તેના કારણે અમારા પરિવારની એક મહામૂલી જિંદગી બચી છે.

પુનાથી ટૂર લઈને ગિરનાર આવેલા મેનેજરે જણાવ્યું હતું કે, આ વૃદ્ધ નીચે પડી ગયા હતા. શ્વાસ પણ ચાલી રહ્યા ન હતા, ત્યારે જીઆરડી જવાન અને પોલીસ કર્મીઓ આવી ગયા હતા અને તેઓએ મદદ કરી હતી. CPRથી સારવાર શરૂ કરી હતી. જે બાદ હોસ્પિટલમાં લઈ આવ્યાં હતા. ત્યારે બધી જગ્યાએ આવા મદદ કરવા વારા પોલીસ કર્મીઓ હોવા જોઈએ.

વૃદ્ધનો જીવ બચાવનાર મનજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, સવારના 9 વાગ્યાના સમયે મહારાષ્ટ્ર રાજ્યનો એક પરિવાર અંબાજી માતાજીના દર્શન કરી સીડી પરથી નીચે ઉતરતો હતો, ત્યારે પરિવારના વૃદ્ધ દિલીપભાઈ કોંઢે જમીન પર નીચે ઢળી પડ્યા હતા. તેમને હાર્ટ એટેક આવ્યો હોય તેવું લાગ્યું હતું. જેથી મારા મિત્રએ મને બોલાવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. દિલીપભાઈ કોંઢેના પત્ની નિર્મલાબેન આઘાતમાં ગભરાઈ રડવા લાગ્યા ગયા હતા તે સમયે અમે દિલીપભાઈના પત્નીને કહ્યું હતું કે, મેં આપદા મિત્ર સીપીઆરની તાલીમ લીધેલી છે હું સીપીઆર સારવાર આપી શકું ? ત્યારે તેમના પત્નીએ હા કહેતા જ CPR સારવાર શરૂ કરી હતી. છાતીમાં પમ્પિંગ શરૂ કરતા થોડીવારમાં જ દિલીપભાઈ ભાનમાં આવ્યા હતા અને તેમને 108 મારફતે સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

વધુમાં જીઆરડી જવાન મનજીભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આપદા મિત્ર સીપીઆર તાલીમમાં 29 વખત ગણતરી કરી છાતી પર બંને હાથોથી પમ્પિંગ આપવાનું હોય છે અને ત્યારબાદ દર્દીને મોઢેથી શ્વાસ આપવાનો હોય છે. આવું ત્રણ વખત કરવાનું હોય છે. જોકે, સૌથી પહેલા ગળા પરની નસને તપાસવાની હોય છે જો તે નસ શરૂ હોય તો જ આ સારવાર આપી શકાય છે.

વધુમાં જણાવ્યું કે, ભવનાથ પી.એસ.આઇ કે.બી લાલકા જ્યારે ભવનાથ પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે જ સૌ પોલીસ કર્મીઓેને કહ્યુ હતું કે, જૂનાગઢ ભવનાથ યાત્રાળુઓથી ધમધમતું ક્ષેત્ર છે ત્યારે આકસ્મિક હાર્ટ એટેકના સમયે જે પોલીસ સ્ટાફ હોમગાર્ડસ કે જીઆરડી જવાનોએ સીપીઆર તાલીમ લીધી હોય તેઓએ લોકોની મદદ માટે તૈયાર રહેવું જોઈએ, જેને લઇ આજે એક જિંદગી બચી છે અને તેનો મને ગર્વ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com