અમદાવાદ સિવિલ અને યુ.એન.મહેતા હોસ્પિટલનુ “જોઇન્ટ ઓપરેશન” : ૧૪ વર્ષના બાળકને કેન્સર મુક્ત કરી નવજીવન

Spread the love

અમિતસિંહ ચૌહાણ

સિવિલ ના સુપ્રીટેન્ડન્ટ અને યુ.એન.મહેતાના ડાયરેક્ટરે કિડની માં જોવા મળતા રેર કેન્સર “ઇવીંગ્સ સાર્કોમાં”ની જટિલ સર્જરી કરી

વિશ્વમાં ઇવીંગ્સ સાર્કોમાંના ૧૦૦ જેટલા જ કેસ નોંધાયા છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ અને બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી

નવેમ્બર-૨૦૨૨ માં બાળકને અચાનક પેશાબમાં લોહી નીકળવા લાગ્યું હતું : કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું :સિવિલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ ગાંઠને સર્જરી કરીને દૂર કરી

અમદાવાદ

જામનગરના ૧૪ વર્ષીય અંકિત ગોંડલીયાને નવેમ્બર- ૨૦૨૨ માં પેશાબમાં લોહી નીકળતા તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં જરૂરી રિપોર્ટ કરાવતા કિડનીનું કેન્સર હોવાનું નિદાન થયું. જેની સારવાર અર્થે કિમો થેરાપી શરૂ કરવામાં આવી.આ કેન્સર ને ઇવીંગ્સ સાર્કોમા કહેવામાં આવે છે. જે ખૂબ જ રેર છે . વિશ્વમાં અંદાજિત ૧૦૦ જેટલા લોકોમાં જ કેસ જોવા મળ્યા હોવાનું સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું છે.આ પ્રકારનું ઇવીંગ્સ સાર્કોમા સામાન્યપણે હાડકામાં થતું કેન્સર છે.

GCRI માં સાધન સારવાર શરૂ કરીને 9 જેટલી સાઇકલ કીમો થેરાપીની આપવામાં આવી. પરંતુ આ કેન્સર એટલું ગંભીર હતું કે કિડનીની નસ અને શરીરની ધોળીનસમાં ટ્યુમર થ્રોમ્બોસીસ ખૂબ જ ઝડપથી આ પ્રસરી રહ્યું હતું.જેના કારણે તેની સર્જરી કરવી આવશ્ય બની રહી હતી .કીમો થેરાપીની 9 સાયકલ આપવા બાદ પણ થ્રોમ્બોસીસ એટલે કે સોજો અને ટ્યુમર ઓછું ના થતા અંતે તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં સર્જરી માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા.બાળ રોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ દર્દીની સર્જરી હાથ કરવામાં આવી.અત્યંત ગંભીર અને રેર કહી શકાય તેવી આ સર્જરીમાં વાસક્યુલર સર્જનની પણ ખૂબ જ જરૂર હતી. જે કારણોસર અમદાવાદ સિવિલ મેડીસીટી ના જ યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટના વડા અને સર્જન ડૉ. ચિરાગ દોશીની આ સર્જરીમાં મદદ લેવામાં આવી.આ ટ્યુમરમાં થ્રોમ્બોસીસનો અત્યંત જટિલ ભાગ હતો તે દૂર કરવામાં આવ્યો.સર્જરી બાદ બાળક સ્વસ્થ છે અને તેને ડિસ્ચાર્જ કરાયુ છે. ફરી આગળ બીજી સાત કિંમત થેરાપી લેવાની છે. આશા રાખીએ બાળક કેન્સર મુક્ત થઈ જાય અને સ્વસ્થ જીવન જીવી શકશે તેમ ડૉ.જોશીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com