Gj ૧૮ નામાંકીત આઉટસોર્સિંગ રાજદીપ કંપનીનાં માલિકનાં પૂત્રનું ધાબા પરથી નીચે પટકાતા મોત,gj ૧૮ રાયસણનો બનાવ

Spread the love

ગાંધીનગરની જાણીતી મેન પાવર આઉટ સોર્સ એજન્સી રાજદીપ એન્ટરપ્રાઈઝનાં માલિક પ્રવીણભાઈ ચૌધરીનાં મોટા પુત્રનું ગઈકાલે મોડી રાતે રાયસણ ખાતેની વિનાયક સ્કાય ડેક સોસાયટીના પેન્ટ હાઉસના 12 માં માળે આવેલા હાઉસના ધાબા પરથી નીચે પટકાતા અકાળે મોત નીપજ્યું છે. આ અંગે ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલથી માંડી સરકારી કચેરીઓમાં આઉટ સોર્સથી મેન પાવર સપ્લાય કરતી રાજદીપ એન્ટરપ્રાઈઝનાં માલિક પ્રવીણભાઈ ચૌધરીનો 26 વર્ષીય મોટો પુત્ર રાજ ગઈકાલે રાયસણ ભૈરવનાથ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિનાયક ડેસ્ક નામની સોસાયટીનાં પેન્ટ હાઉસમાં રહેતા મિત્રનાં ઘરે આવ્યો હતો. બાદમાં પેન્ટ હાઉસનાં 12 માળે ધાબા ઉપર રાજ અને તેના બે મિત્રો દિવ્યરાજ અને અર્જુન બેઠા હતા. એ વખતે તેઓએ ગલ્લાથી મસાલો મંગાવ્યો હતો. એ દરમ્યાન નીચે ઉતરતી વખતે રાજે ધાબા પર બનાવેલા ફાયબરનાં શેડ ઉપર પગ મૂક્યો હતો. અને અચાનક તેનો પગ લપસી જતાં જોત જોતામાં છેક 12 માળથી નીચે પટકાયો હતો. આ જોઈ તેના બંને મિત્રો નીચે દોડી આવ્યા હતા. ઉપરાંત આસપાસના વસાહતીઓ પણ ભેગા થઈ ગયા હતા.

છેક ઉપરથી નીચે પટકાવાનાં કારણે ગંભીર ઈજાઓ થવાથી રાજનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઈન્ફોસિટી પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને લાશનું પંચનામું કરી જરૃરી કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પીએસઆઇ વી જી પરમારે જણાવ્યું હતું કે, રાજ અને તેના મિત્રો પેન્ટ હાઉસનાં ધાબા પર બેઠા હતા. એ વખતે નીચે ઉતરતી વેળા રાજનો પગ લપસી જતાં તે 12 માં માળથી નીચે પટકાયો હતો. જેનાં કારણે ગંભીર ઈજાઓ થતાં રાજનું મોત થયું છે.

ઉલ્લેખનીય છે કે પ્રવીણભાઈ ચૌધરીએ પોતાના બે પુત્ર રાજ અને દીપનાં નામથી રાજદીપ એન્ટરપ્રાઈઝ નામની આઉટ સોર્સ એજન્સી શરૂ કરી હતી. ત્યારે જુવાનજોધ પુત્રના અકાળે અવસાનથી ચૌધરી પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com