દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા જે દેશમાં જન ઔષધી કેન્દ્ર ખોલવામાં આવ્યા છે ,તેમાં મોટો સહયોગ પ્રજાનો મળી રહ્યો છે ,મોંઘીદાર દવાઓ સામે જન ઔષધી કેન્દ્ર અનેક લોકો માટે આશીર્વાદરૂપ બની છે, ત્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા જોવા જઈએ તો કોમનમેન વ્યક્તિત્વ ધરાવે છે, નાનામાં નાના કાર્યકરને પણ ઓળખે, ત્યારે GJ-18 ખાતેના સેક્ટર 24 ખાતે સ્વસ્થ વિશ્વના નિર્માણ હેતુ G20 હેલ્થ વર્કિંગ ગ્રૂપ ડેપ્યુટિઝ અને મિનિસ્ટર્સની મિટિંગ અંતર્ગત વિવિધ દેશોના આરોગ્ય મંત્રીશ્રીઓ તેમજ ડેલીગેટ્સ ગાંધીનગર પધાર્યા છે. જે અંતર્ગત આજરોજ માન. કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ તેમજ ઈન્ડોનેશિયાના આરોગ્ય મંત્રીશ્રીએ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર, સેકટર-૨૪ ખાતે મુલાકાત લીધી હતી. આ વેળાએ માન. મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમનું સ્વાગત અભિવાદન કર્યું હતું. આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દેશભરમાં જન ઔષધિ કેન્દ્રના માધ્યમથી નાગરિકોને સસ્તા દરે દવા મળી રહી છે.
આ વેળાએ શહેર અધ્યક્ષશ્રી રુચિરભાઈ ભટ્ટ, ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, સ્ટે. ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, કાઉન્સિલરશ્રીઓ, હોદેદારશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોક્સ :-
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૌથી વધુ મહત્વ જેનેરીક દવાઓ ઉપર ભાર મૂકી રહ્યા છે, જે આજે કરોડો નાગરિકો માટે અક્સીર અને સાબિત થઈ છે, દરેક શહેર ,તાલુકામાં શરૂ કરવા કેન્દ્રીય આરોગ્ય મંત્રી પોતે ખૂબ જ રસ લઈ રહ્યા છે અને આવકાર પણ મળ્યો છે.
બોક્સ :-
ભાજપના શહેરના હોદ્દેદારોએ સ્વાગત કર્યું ,ત્યારે તમામને નામથી બોલાવ્યા, અશોકજી ઠાકોર, કનુભાઈ દેસાઈ નિલેશ, પટેલ જેથી કાર્યકરોને પણ મનસુખ માંડવીયા પોતે નામથી ઓળખે, ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ લાવવા અને ટોનિક આપવામાં માંડવીયા એ જેનેરીકટોનિક ખોલતા કાર્યકરોમાં પણ તેમના કામની ચર્ચા થવા પામી હતી,