બાહુબલી ધારાસભ્ય કાંધલ જાડેજાની કોર્ટે છ માસની સજા માફ કરી

Spread the love

ગુજરાતના એકમાત્ર બાહુબલી ધારાસભ્ય અને લેડી ડોન સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાને રાજકોટની સેશન કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે કાંધલ જાડેજાની છ માસની સજા માફ કરી છે. આવી સ્થિતિમાં કાંધલને જેલમાં જવું પડશે નહીં. ગુજરાતમાં સમાજવાદી પાર્ટીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજાને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાજકોટની સેશન્સ કોર્ટે ધારાસભ્ય કાંધલ જાડેજાની છ માસની સજા માફ કરી છે. પોલીસ જાપ્તા વચ્ચે હોસ્પિટલમાંથી ભાગી જવાના કેસમાં કોર્ટે અગાઉ દોઢ વર્ષની સજા ફટકારી હતી. કાંધલ જાડેજાને છ મહિનાની સજામાંથી મુક્તિ મળ્યા બાદ હવે તેમને જેલમાં રહેવું પડશે નહીં. કાંધલ જાડેજા એક વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. કાંધલ જાડેજાને ગત ચૂંટણીમાં એનસીપી દ્વારા ટિકિટ નકારવામાં આવતા સમાજવાદી પાર્ટી તરફથી લડ્યા હતા અને કુતિયાણા બેઠક જાળવી રાખી હતી. કાંધલ જાડેજા ગુજરાતની લેડી ડોન ગણાતા સંતોક બેન જાડેજાનો પુત્ર છે. સંતોક બેન પર બોલિવૂડમાં ગોડમધર નામની ફિલ્મ પણ બની છે. આમાં તેની ભૂમિકા શબાના આઝમીએ ભજવી હતી. 2009ના પોરબંદર હત્યા કેસમાં સજા ભોગવતા સમયે પોલીસ કસ્ટડી વચ્ચે હોસ્પિટલમાંથી નાસી છૂટવા બદલ તેમને રાજકોટ જેલમાં દોઢ વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જોકે તે એક વર્ષની જેલ ભોગવી ચૂક્યા છે. 6 મહિનાની સજામાંથી મુક્તિ મળ્યા બાદ હવે તેમને જેલમાં રહેવું નહીં પડે. આવી સ્થિતિમાં કાંધલ જાડેજાએ હવે બાકીની સજા માટે જેલમાં જવું પડશે નહીં. કુતિયાણામાંથી કાંધલ જાડેજા સતત ત્રીજી વખત જીત્યા હતા. 2012ની ચૂંટણીમાં કાંધલ જાડેજા પ્રથમ વખત જીત્યા હતા. આ બેઠક 1990ના દાયકાથી જાડેજા પરિવારનો ગઢ છે. આ બેઠક પરથી માતા સંતોકબેન જાડેજા, કાકા ભુરાભાઈ જાડેજા એક-એક વખત ચૂંટાયા હતા. ડોનની ઈમેજ ધરાવતા કાંધલ જાડેજા આ સીટ પર બાહુબલી તરીકે ઉભરી આવ્યા હતા. અત્યાર સુધી તેઓએ આ સીટ પર પોતાનો સિક્કો જમાવ્યો છે. કાંધલ જાડેજા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર બે વખત જીત્યા છે. ગત ચૂંટણીમાં કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી સાથે લડ્યા હતા. તેમણે આ ચૂંટણીમાં 46.94 ટકા મત મેળવીને ભાજપના મહિલા ઉમેદવાર ઢેલીબેન ઓડેદરાને 26,631 મતોથી હરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com