ગુજરાત સરકારના વીજબીલમાં રાહત કોને? વાંચો

Spread the love

Vijay Rupani: We were confident that people of Gujarat would help ...

દેશમાં કોરોનાવાયરસના પગલે તમામ મધ્યમવર્ગથી લઈને ઉધોગોને ભારે ફટકો પડ્યો છે, ત્યારે ગુજરાત સરકારે ગરીબ અને નીચાલા મધ્યમ વર્ગને લોકડાઉનના કપરા સમયમાં વીજળી બિલમાં 100 યુનિટ સુધીનું વીજળી બિલ માફ કરવામાં આવશે. જોકે, માસીક વીજ વપરાશ 200 યુનિટથી વધારે હશે તેમને આ માફીનો લાભ નહીં મળે.

સરકારે પરિપત્રમાં આનો લાભ મળે અને નહીં મળે તેની ઉદાહરણ સાથે માહિતી આપી છે.  જેનાથી સ્પષ્ટ થઈ જાય છે કે કોને આ માફીનો લાભ મળશે અને કોને નહીં મળે.  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક મહિના અગાઉ જનતાને 100 યુનિટ વીજ બિલ માફની જાહેરાત કરી હતી. રાજ્યમાં 200 યુનિટ કરતાં ઓછો વપરાશ ધરાવનાર ગ્રાહકોનું 100 યુનિટનું વીજ બિલ માફ કરવામાં આવશે. ત્યારે આજે તેનો પરિપત્ર જાહેર થઇ ચૂક્યો છે. રાજ્ય સરકાર પર 600 કરોડનો બોજો પડશે. રાજ્યના 92 લાખ ગ્રાહકોને લાભ મળશે.

માસિક 200 યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનારા વીજ ગ્રાહકોનું 100 યુનિટ વીજળીનું બિલ એક વખત માટે માફ કરવામાં આવશે. રહેણાંક વીજ ગ્રાહકોના લૉકડાઉન પહેલાનું છેલ્લું મીટર રીડીંગ અને ત્યારબાદના પ્રથમ મીટર રીડીંગના તફાવતને પ્રતિદિન વીજ વપરાશમાં ગણતરી કરીને તેના 30 દિવસથી ગુણી જે સદર વીજ વપરાશ માસિક 200 યુનિટ અથવા તો તેનાથી ઓછો હોય તો તે વીજ ગ્રાહક એક વખતની રાહત માટે યોગ્યતા ધરાવશે અને તેવા વીજ ગ્રાહકોને મહત્તમ 100 યુનિટ અને એક મહિનાના ફીક્સ્ડ ચાર્જની માફી મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com