ઈનકમ ટેક્સ રિટર્ન એટલેકે, ITR ફાઈલ કરવાની આમ તો અંતિમ તારીખ 31 જૂલાઈ હોય છે. પરંતુ હાલમાં સરકારે તેને વધારીને 31 ઓગષ્ટ કરી દીધી છે. હવે આટલો વધારે સમય મળ્યા બાદ પણ તમે આઈટીઆ ફાઈલ કરવાથી ચૂકી જશો તો તમારે ઈમકમ ટેક્સનાં નિયમો મુજબ, ભારે પેનલ્ટી ભરવી પડી શકે છે. એટલા માટે સમજદારી એમાં જ છેકે, તમે સમય રહેતાં આ કામને પુરૂ કરી લેવું જોઈએ. ઈનકમ ટેક્સની વેબસાઈટ પર આપેલી જાણકારી મુજબ, સમયસીમા ચૂકવા પર 5,000 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધીની પેનલ્ટી આપવી પડી શકે છે.
ક્યારેય પણ છેલ્લી તારીખની રાહ જોવી જોઈએ નહી. વિભાગની સલાહ છેકે, અંતિમ સમયમાં વધારે પ્રેશરને કારણે વેબસાઈટ સારી રીતે કામ પણ કરતી નથી.
જે ટેક્સ પેયર ઈનકમ ટેક્સ રિટર્ન એટલેકે આઈટીઆ ફાઈલ કરવાની છેલ્લી તારીખ બાદ પોતોનું રિટર્ન ફાઈલ કરે છે. તેમની ઉપર ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોટી પેનલ્ટી લગાવી શકે છે.
આમ તો ટેક્સ પેયરની આવક 5 લાખ રૂપિયા સુધી છે અને તે નક્કી કરેલી તારીખ બાદ રિટર્ન ફાઈલ કરે છે. તે તેમની ઉપર 1000 રૂપિયાની પેનલ્ટી લાગી શકે છે.
જો ટેક્સ પેયર ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ બાદ 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઈલ કરે છે તો તેણે પેનલ્ટી તરીકે 5000 રૂપિયા આપવા પડશે.
સૌથી વધારે પનલ્ટી 31 ડિસેમ્બર બાદ પોતાનું ઈનકમ ટેક્સ રિટર્ન ભરનારા ટેક્સ પેયરે ચૂકવવું પડશે. આ પેનલ્ટી 10,000 રૂપિયાની હોય છે.